મુંબઈ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ મુદ્દે ધમાલઃ પોલીસમાં ફરિયાદ

મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની માર્કશીટ 10થી 12 હજાર રૂપિયા આપી મેળવી શકાય છે એવી જાહેરખબર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા પછી યુનિવર્સીટી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
આ કથિત બનાવટી માર્કશીટ અંગે મુંબઈ યુનિવર્સીટી પ્રશાસને બાંદરા – કુર્લા સંકુલ (બીકેસી)ના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બીકેસી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બનાવટી માર્કશીટનો મામલો સમાજની દિશા ભૂલ કરનારો તેમજ આર્થિક છેતરપિંડી કરનારો છે. એને કારણે મુંબઈ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે.
આ પણ વાંચો: મુંબઈ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 40 વિદ્યાર્થિની બની ફૂડ-પોઈઝનિંગનો શિકાર
આ મામલે સંબંધિત લોકોને શોધી કાઢી તેમના પર કઠોર કાર્યવાહી કરવી જોઈએ જેથી આવા અન્ય મામલા બનતા અટકી જાય.’ નકલી માર્કશીટ અને ડિગ્રી આપનારા લોકોથી સાવધાન રહેવા લોકોને જણાવવામાં આવ્યું છે. આ જાહેરખબર જોઈ પુણેની એક વ્યક્તિએ એમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી તેને 2 હજાર રૂપિયા એડવાન્સ આપવા જણાવ્યું હતું.
ઓનલાઇન પૈસાની ચુકવણી પછી વોટ્સએપ પર કથિત બનાવટી માર્કશીટ મળી ગઈ હતી. આ મામલાની જાણ યુનિવર્સીટીને થયા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.