આમચી મુંબઈ

રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ

મુંબઈમાં ધુમ્મસની ચાદર ફરી વળી

(અમારા પ્રતિનિધિ તરફૉથી)
મુંબઈ: રાજ્યના વિદર્ભમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદની શક્યતા છે ત્યારે મુંબઈમાં એકતરફ ફૂલગુલાબી ઠંડીના આગમનની સાથે જ શહેરમાં ધુમ્મસની ચાદર જ ફરી વળી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈમાં સવારના મોડી સવાર સુધી ધુમ્મસ હોય છે, તેને કારણે વિઝિબિલીટી પણ ઓછી હોય છે. તો બીજી તરફ શુક્રવારે સવારના મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો પણ 18.5 ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે. મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે. શુક્રવારે દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી તો લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું. આ અગાઉ બુધવારે મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો 18.4 ડિગ્રી નોંધાયો હતો. એક તરફ મુંબઈ સહિત રાજ્યમાં અનેક જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે અને વિદર્ભમાં આકરી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે શિયાળાની મોસમમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ મુંબઈમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. તેથી પ્રદૂષણનું પ્રમાણ તો નહીં વધે પણ ધુમ્મસનું પ્રમાણ વધશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…