આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તેથી હાલ ઠંડી, ગરમીની સાથે જ વરસાદ એવું મિશ્ર વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે.
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં બુધવારે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. તો આગામી ૨૪ કલાક દરમિયાન વિદર્ભ અને મરાઠવાડના અમુક જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. તો મુંબઈનુું વાતાવરણ સુક્કુ રહેશે. મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી દિવસના સમયમાં ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે, તો રાતના સમયે વાતાવરણમાં ઠંડક વ્યાપેલી હોય છે. મુંબઈમાં બુધવારે મહત્તમ તાપમાન ૨૯.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન૨૧.૪ ડિગ્રી તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૦.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૦.૮ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈમાં ઠંડક વધવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button