Shocking for BJP: પક્ષના વર્તમાન સાંસદ ઉદ્ધવની સેનામાં જોડાયા, હજુ…
મુંબઈઃ છેલ્લાં છએક મહિનાથી માત્ર અન્ય પક્ષોમાંથી ભાજપમાં જનારા નેતાઓના જ સમાચાર છપાયા કરે છે. ત્યારે ચૂંટણીના થોડા દિવસો પહેલા આ ચિત્રમાં ફેરફાર આવે તેવી સંભાવના છે. ભાજપના જળગાંવના સાંસદ ઉન્મેષ પાટીલ પક્ષને ઝડકો આપી ઉદ્ધવ ઠાકરેની શિવસેમાં જોડાયા છે. ઉન્મેષ પાટીલ તેમના સેંકડો સમર્થકો સાથે આખરે ઠાકરે જૂથમાં પ્રવેશ્યા છે.
ઉન્મેષ પાટીલે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે શિવબંધન બાંધીને ઠાકરે જૂથમાં પ્રવેશ કર્યો છે. પાટીલની એન્ટ્રીથી જળગાંવમાં ઠાકરે જૂથની તાકાત વધી છે. જલગાંવમાં પણ હવે જોરદાર ટક્કર જોવા મળશે.
#WATCH | Mumbai, Maharashtra | BJP MP from Jalgaon Unmesh Patil joined Shiv Sena (UBT) in the presence of UBT chief Uddhav Thackeray. https://t.co/IdVuPI2F5P pic.twitter.com/x1BvIspGU0
— ANI (@ANI) April 3, 2024
જળગાંવના ભાજપના સાંસદ ઉન્મેષ પાટીલે આખરે ભાજપ છોડી દીધું છે. ઉન્મેષ પાટીલ માતોશ્રીના નિવાસસ્થાને ઠાકરે જૂથમાં જોડાયા હતા. ઉન્મેષ પાટીલે ઉદ્ધવ ઠાકરેના હાથે શિવબંધન બાંધીને મશાલ લીધી હતી. આ સમયે પાટીલના સેંકડો સમર્થકો પણ ઠાકરે જૂથમાં જોડાયા હતા.
આ પ્રસંગે માતોશ્રી વિસ્તારમાં એક જ ઉલ્લાસ છવાયો હતો. ઉન્મેશ પાટીલના ઠાકરે જૂથમાં પ્રવેશથી જળગાંવમાં ભાજપ માટે અઘરી સ્થિતિ નિર્માણ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત, આ પહેલી વાર છે જ્યારે સત્તાધારી ભાજપના વર્તમાન સાંસદે મહારાષ્ટ્રમાં પાર્ટીઓ બદલી છે.
ભાજપે પાટીલના બદલે સ્મિતા વાળાને ટિકિટ આપતા તેઓ નારાજ થયા હતા અને પક્ષ બદલ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉન્મેશ પાટીલ ઠાકરે જૂથ તરફથી જલગાંવથી ચૂંટણી લડશે. કહેવાય છે કે આ અંગે જાહેરાત કરવામાં આવશે. જો ઉન્મેશ પાટીલ જળગાંવથી જીતશે તો તે જળગાંવમાં શિવસેનાની પ્રથમ જીત હશે. જલગાંવ ભાજપનો ગઢ છે
બે દિવસ પહેલા રત્નાગિરી-સિંધુદુર્ગની બેઠક પર દાવો કરનારા એકનાથ શિંદે જૂથના નેતા ઉદય સામંતએ કહ્યું હતું કે ઠાકરે જૂથના આઠ વિધાનસભ્યો મારા સંપર્કમાં છે અને હું તેમને એકનાથ શિંદે સાથે મુલાકાત કરાવવાનો છું, પરંતુ અહીંયા ભાજપના જ સાંસદે શિવસેનામાં પ્રવેશ કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.