બોલો, દરરોજ આ કારણે 20,000 બાળકો છોડી રહ્યા છે શાળા!
મુંબઈઃ હાલમાં મહારાષ્ટ્રના અનેક ભાગમાં દુકાળનો સામનો કરી રહ્યા છે તો વળી દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ દુકાળ, એક તરફ અતિવૃષ્ટિ તો એક તરફ આગ દઝાડતી ગરમી… સતત હવામાનમાં થઈ રહેલાં ફેરફારની અસર માનવી જીવન પર જોવા મળી જ રહી છે પણ બાળકોના જીવન પર પણ એની અસર જોવા મળી રહી છે.
યુનિસેફ દ્વારા આ બાબતે જાહેર કરવામાં આવેલા આંકડાઓ વિશે વાત કરીએ તો દરરોજના 20,000 બાળકો શાળા છોડી રહ્યા છે. આને કારણે બાળકોનું ભવિષ્ય ખીલે એ પહેલાં જ કરમાઈ રહ્યું છે. 2016થી 2021 સુધી 44 દેશમાં 4.31 કરોડ બાળકો અતિવૃષ્ટિ, દુકાળ, પૂર, ગરમી, જંગલમાં ફાટી નીકળેલા દાવાનળ જેવી કુદરતી આફતોને કારણે રહેવાસીઓએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે.
યુનિસેફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લાં 30 વર્ષમાં 10 કરોડથી વધુ બાળકોએ કુદરતી આફતને કારણે સ્થળાંતર કર્યું હકું. થયેલાં કુલ સ્થળાંતરમાંથી 95 ટકા સ્થળાંતર તો પુર અને તોફાનને કારણે થયા હોવાનું યુનિસેફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
દુનિયાભરમાં શિક્ષકોની અછત હોવાની બાબત પણ યુનિસેફના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં દરેક બાળકને શિક્ષણ મળે એ માટે 4 કરોડ 40 લાખ શિક્ષકોની જરૂર હોવાની માહિતી પણ રિપોર્ટમાંથી જાણવા મળી હતી. દુકાળને કારણે 13 લાખથી વધુ બાળકોએ સ્થળાંતર કર્યું હતું.
કેનેડા, ઈઝરાયલ અને અમેરિકાના જંગલમાં ફાટી નીકળેલી આગને કારણે સૌથી વધુ ફટકો પડ્યો હોઈ આશરે 8.1 લાખ બાળકો આ કુદરતી આફતને કારણે વિસ્થાપિત થયા છે. ભારતની વાત કરીએ તો ભારત સહિત ચીન, ફિલિપાઈન્સ જેવા દેશમાં પણ 2.2 કરોડો બાળકોનું સ્થળાંતર થયું હતું, જેને કારણે તેમને શાળા છોડવાનો વારો આવ્યો હતો.