પર્યાપ્ત વરસાદ પછી પણ નવી મુંબઈમાં પીવાના પાણીનો પોકાર, સ્થાનિકો પરેશાન
મુંબઈ: ચોમાસાનો 80 ટકા વરસાદ મુંબઈમાં પડી ચૂક્યો છે અને મુંબઈ તેમ જ નવી મુંબઈને પાણી પુરવઠો પાડતા જળાશયો પણ છલોછલ ભરાયેલા હોવા છતાં નવી મુંબઈના રહેવાસીઓએ પાણી વિના રહેવાનો વારો આવ્યો હતો.
બેલાપુર સીબીડી ખાતે પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇન ફૂટી ગઇ હોવાના કારણે શનિવારથી નવી મુંબઈ શહેર વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો નથી. ઐરોલી, નેરુલ, વાશી, કોપરખૈરણ, સાનપાડાના રહેવાસીઓ ત્રણ દિવસથી પાણી પૂરું પાડવામાં આવે તેની રાહ જોવામાં આવી રહ્યા છે, કારણ કે પાઇપલાઇન ફૂટી ગઇ હોવાથી તેનું સમારકામ ચાલી રહ્યું હોવાની કોઇપણ સૂચના કે માહિતી રહેવાસીઓને આપવામાં આવી નથી.
રહેવાસીઓ પણ ભર ચોમાસે અચાનક પાણીકાપ શા માટે મૂકવામાં આવ્યો તે વિચારી હેરાન થઇ રહ્યા હતા. હજી ગયા અઠવાડિયે જ પાલિકા દ્વારા કરવામાં આવી હતી અને મોરબે ડેમ 90 ટકા ભરાઇ ગયો હોવાથી પાણીની અછત નહીં વર્તાય તેમ જ શહેરમાં અઠવાડિયામાં બેના બદલે એક જ દિવસ પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે, તેમ નાગરિકોને જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટ પર પહેલું વિમાન એરફોર્સનું ઉતરશે
જોકે, સીબીડી બેલાપુર ખાતે આગ્રોલી ગામ નજીક પાણીની પાઇપલાઇન ફૂટી જતા શનિવારથી અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. હાલ પાણીની પાઇપલાઇનનું સમારકામ શરૂ છે અને ટૂંક સમયમાં રહેવાસીઓને પાણી પૂરું પાડવામાં આવે તેવી શક્યતા છે