વરસાદની અનિશ્ચિતતા: મહારાષ્ટ્રના ખરીફ પાકમાં 18 ટકાનો ઘટાડો
મુંબઈ: ગયા વર્ષે થયેલા અનિશ્ચિત, અપૂરતા અને કમોસમી વરસાદ (Maharashtra uncertainty of rains)ને કારણે રાજ્યના ખરીફ પાક ઉત્પાદનને માઠી અસર પહોંચી છે. મંગળવારે રાજ્યના કૃષિ વિભાગે બહાર પાડેલી વિગતો અનુસાર ગયા ચાર વર્ષના સરાસરી ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે અનાજ ઉત્પાદનમાં ઘણો વધારે કહી શકાય એવો 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કઠોળના ઉત્પાદનમાં 27 ટકા અને દાળના ઉત્પાદનમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓછા પાકને કારણે એના છૂટક ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો: Maharashtra Assembly Monsoon Session: MP બનેલા સાત MLAએ રાજીનામા આપ્યા
2023 – 24 દરમિયાન 53 લાખ મેટ્રિક ટન કઠોળનું ઉત્પાદન થયું હતું. 2016 – 17થી 2020 – 21ના ચાર વર્ષ દરમિયાન સરેરાશ ઉત્પાદન 63 લાખ મેટ્રિક ટન હતું. એ જ પ્રમાણે તુવેર, મગ અને અડદની દાળનું ઉત્પાદન 2023 – 24 દરમિયાન માત્ર 12.10 લાખ ટન થયું હતું. એની સામે અગાઉના ચાર વર્ષની સરેરાશ 16 લાખ ટન હતી.
ખરીફ પાકના એકંદર ઉત્પાદનને પણ અસર પહોંચી છે જે 79 લાખ ટનથી ઘટી 65 લાખ ટન થયું છે. સૌથી મોટો ફટકો જુવાર, બાજરો અને મગના વાવેતરને થયો હતો. એના ઉત્પાદનમાં 60 ટકાથી વધુ ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Maharashtra બેંક કૌભાંડઃ EDની દખલનો વિરોધ 25 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં EDની દખલથી મુંબઈ પોલીસ નારાજ
સોયાબીનને બાદ કરતા મરાઠવાડા અને વિદર્ભમાં રોકડિયા પાકના ઉત્પાદન, શીંગ, તલ અને સૂર્યમુખી સહિત અન્ય તેલીબિયાં ઉત્પાદનમાં પણ 31 ટકાથી 89 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, સોયાબીનના ઉત્પાદનમાં ઉછાળો જોવા મળ્યો છે.
48 લાખ મેટ્રિક ટનની સરખામણીએ આ વખતે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. પરિણામે તેલીબિયાં ઉત્પાદનની સરેરાશ જળવાઈ રહી છે. અગાઉના ચાર વર્ષની સરેરાશ 51 લાખ મેટ્રિક ટનની હતી જેની સરખામણીએ આ વખતે 67 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે.