ઉલ્હાસનગરના યુવકે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડમાં 11.69 લાખ રૂપિયા ગુમાવ્યા

થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં રહેતા 24 વર્ષના યુવકે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડમાં 11.69 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આ પ્રકરણે મહિલા સહિત 16 જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આરોપીઓએ ફરિયાદી યુવકે ફોરેક્સ ટે્રડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી. આરોપીઓના કહેવાથી ફરિયાદીએ 14 ઑક્ટોબરથી 22 નવેમબર દરમિયાન વિવિધ બૅંક ખાતાંમાં 11.69 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
.આ પણ વાંચો: ફોરેક્સ ટ્રેડિંગ સ્કૅમમાં થાણેના બિઝનેસમૅને 4.11 કરોડ ગુમાવ્યા…
દરમિયાન ફરિયાદીએ વળતર તથા રોકેલાં નાણાં પાછા માગતાં આરોપીઓ તેને ટાળવા લાગ્યા હતા અને બાદમાં તેના કૉલ લેવાનું તેમણે બંધ કરી દીધી હતું, એમ ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે 30 નવેમ્બરે મહિલા તેમ જ પોતાની ઓળખ કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ તરીકે આપનારા શખસ સહિત 30 જણ સામે ભારતીય ન્યાય સંહિતા તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
(પીટીઆઇ)



