ઉલ્હાસનગરથી ગુમ થયેલા સાત બાળકોને પોલીસે શોધી કાઢ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઉલ્હાસનગરથી ગુમ થયેલા સાત બાળકોને પોલીસે શોધી કાઢ્યા

થાણે: થાણેમાં અપહરણના કેસોની તપાસ કરી રહેલી પોલીસે જિલ્લામાંથી ગુમ થયેલા સાત બાળકોને શોધી કાઢ્યા હતા. ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનની હદમાંથી આ બાળકો ગુમ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેશ સાળવીએ જણાવ્યું હતું કે પેન્ડિંગ કેસની સમીક્ષા કરવા અને કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને ગુમ થયેલા બાળકોને શોધવા માટે એ ટીમને વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી.

પોલીસની ટીમ બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને પશ્ર્ચિમ બંગાળ રવાના થઇ હતી અને ગુમ બાળકોની વિગતોનું વિશ્ર્લેષણ કર્યા બાદ ટીમે તાજેતરમાં 12 પેન્ડિંગ કેસમાંથી સાત કેસમાં સંડોવાયેલા બાળકોને શોધી કઢાયા હતા અને ઉગારાયા હતા. બાકીના કેસોની તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button