યુગાન્ડાની મહિલા 13.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાઇ
પાલઘર: પાલઘર જિલ્લામાં 13.5 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુગાન્ડાની 39 વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) આરોપી મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: નવી મુંબઈમાં રૂ. બે કરોડનું મેફેડ્રોન જપ્ત: બે ડ્રગ પેડલર પકડાયા
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) મદન બલ્લાળે જણાવ્યું હતું કે તુલિંજ વિસ્તારમાં ગુરુવારે રાતે તળાવ નજીક એએનસીની ટીમની નજર મહિલા પર પડી હતી, જે શંકાસ્પદ હાલતમાં ફરી રહી હતી. આથી પોલીસ તેને તાબામાં લીધી હતી.
મહિલાની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી 67.5 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની કિંમત 13.5 લાખ રૂપિયા થાય છે.
આ પણ વાંચો: થાણેમાં રૂ. 66.18 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે નાઇજીરિયન પકડાયો…
આરોપી મહિલાએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે તુલિંજ વિસ્તારમાં આવી હતી, તેની પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઇ)