ઉદ્ધવની પ્રેસ કોન્ફરન્સ હતાશાનું પરિણામ: શિંદે જૂથનો કટાક્ષ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ પર કટાક્ષ કરતા કહ્યું કે એક દિવસ પહેલા યોજાયેલી તેની પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશા દર્શાવે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિવસેના (યુબીટી)એ તેના પક્ષના કાર્યકરોને મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા દબાણ કર્યું હતું.સેના (યુબીટી) એ મંગળવારે મુંબઈમાં ‘મેગા પ્રેસ કોન્ફરન્સ’ અને ‘લોકોની અદાલત’નું આયોજન કર્યું હતું, જ્યાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરુદ્ધ મુખ્ય પ્રધાન શિંદેની આગેવાનીવાળી પાર્ટીને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવાના નિર્ણયને લઈને પ્રહારો કર્યા હતા. શિંદે -સેનાના પ્રવક્તા સંજય શિરસાટે જણાવ્યું હતું કે, મંગળવારે શિવસેના (યુબીટી) દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ નિરાશાના કારણે યોજવામાં આવી હતી. (પીટીઆઈ)