આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેની નીતિન ગડકરીને એમવીએમાં જોડાવાની ઓફર

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે અને ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે એવા રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સીધી નીતિન ગડકરીને જ એમવીએ પક્ષમાં જોડાવાની ઓફર આપી છે. અમારી તરફ આવી જાવ અમે તમને જિતાડી દઈશું, એવું ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને કહ્યું હોવાની વાત જાણવા મળી છે. લોકસભાની ચૂંટણી પહેલાં પક્ષપલટા પૂરજોશમાં છે અને ખાસ કરીને મહાવિકાસ આઘાડીના અનેક નેતા ભાજપના અને તેના સાથી પક્ષો એટલે કે મહાયુતિમાં સામેલ થઇ ગયા છે. એવામાં હવે ઉદ્ધવ ઠાકરે પણ મહાયુતિના કદાવર નેતાઓને પોતાની તરફ લાવવાના પ્રયાસમાં છે, એવું તેમના હાલના નિવેદન ઉપરથી જણાય છે. ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને ચૂંટણી લડવાની ઓફર આપી છે. ઉદ્ધવે કહ્યું હતું કે તમે ભાજપ છોડી દો અને મહાવિકાસ આઘાડી તરફથી ચૂંટણી લડો. તેમણે કહ્યું હતું કે ભાજપના ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. યાદીમાં અનેક નેતાઓનાં નામ છે. ભાજપે જેમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો એ કૃપાશંકર સિંહનું નામ પણ આ યાદીમાં સામેલ છે, પરંતુ ગડકરી જેમણે વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું અને મહારાષ્ટ્રમાં તેનો આધાર તૈયાર કર્યો તેમનું નામ નથી. એનો જ લાભ ઉઠાવીને ઉદ્ધવ ઠાકરેએ ભાજપને છોડવાની અને એમવીએમાં જોડાવાની ઓફર કરી છે.
ગલીની વ્યક્તિ અમેરિકાનો રાષ્ટ્રપતિ બનાવવાની વાતો કરે તેવું લાગે: ફડણવીસ
ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને આપેલી ઓફર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ હવે ફક્ત બેન્ડ બાજા સાથે રહી ગયો છે. તે અમારા ગડકરીજી જેવા રાષ્ટ્રીય નેતાને બેઠક ઓફર કરી રહ્યા છે. આ એવું લાગે જેમ કે ગલીની કોઇ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરતી હોય.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button