આમચી મુંબઈ

‘કાં તો તમે રહેશો અથવા હું રહીશ’, ઉદ્ધવ ઠાકરેએ કોને આપી આવી ધમકી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષ તેની તૈયારીમાં લાગેલા છે અને વિપક્ષો પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાનમાં ઉદ્ધવ ઠાકરેએ બુધવારે શિવસેના (UBT)ના મુંબઈ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમને ઘણા નેતાઓએ જણાવ્યું છે કે તમે દેશને દિશા બતાવી, આ લોકો (ભાજપ) વિરુદ્ધ બોલવાની કોઈની હિંમત નહોતી પરંતુ તમે બોલીને બતાવ્યું. સત્તાધારી પક્ષમાં બેઠેલા લોકો રાજકારણમાં નપુંસક છે.

એ લોકોએ અમારો પક્ષ પણ તોડ્યો પણ અમે ડગ્યા નહીં કે ઝૂક્યા નહીં. અમે એટલી લડાઈ લડી કે તેમનો પરસેવો છૂટી ગયો. હું ક્યારેય કાઉન્સિલર પણ નથી બન્યો, પણ સીધો મુખ્ય પ્રધઆન બની ગયો. આ અમારી છએલ્લી લડાઇ છે. જો અમે જીતીશું તો અમને કોઇ પડકારી નહીં શકે.

ઉદ્ધવે એમ પણ જણાવ્યું હતું કે આ લડાઈ શિવસેનાના અસ્તિત્વ માટે નથી પરંતુ મુંબઈના અસ્તિત્વ માટે છે. તેમણે એવી ધમકી પણ આપી હતી કે તમે ચૂંટણ ીપ્રચાર માટે મુંબઇ આવો અને અમે તમારી બાકી રહેલી ગરમી પણ કાઢઈ નાખીશું. અમારી સામે કટોરો લઇને ભીખ માગવી પડશે. અમે સત્તામાં આવ્યા પછી એમએમઆરડીએને પણ રદ કરી નાખીશું. યુપી, બિહાર અને કર્ણાટકે જેમ તમારી સામે લડાઇ લડી એમ અમે પણ લડાઇ લડીશું.

અમે તો શિવાજીના રાજ્યના છીએ.
તેમણે કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ તેઓ સૌથી પહેલા ધારાવી ટેન્ડર રદ કરશે. શિવસેના નામ માટે તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યાં સુધી કોર્ટનો ફેંસલો ના આવે ત્યાં સુધી મશાલનો પ્રચાર કરવાની તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે અનિલ દેશમુખે જણાવ્યું છે કે કેવી રીતે ફડણવીસે મને અને આદિત્યને જેલમાં ધકેલી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હવે કાં તો તમે (ફડણવીસ) રહેશો અથવા હું રહીશ. મરાઠી લોકોને નોકરીએ નહીં રાખવાની કોઇ વાત કરે તો એને લાફો મારવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજના લોકો પણ તેમની સાથે મોટી સંખ્યામાં જોડાયા છે. જેને પક્ષમાંથી જવું હોય તેને જવાની છૂટ છે, પણ પક્ષમાં રહીને દગાબાજી નહીં કરો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button