આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર નાક ઘસીને મહારાષ્ટ્રની માફી માંગે: ફડણવીસના દાવા બાદ ભાજપ આક્રમક

મુંબઇ: કોન્ટ્રાક્ટ પર થનાર ભરતીના મુદ્દે મહાવિકાસ આઘાડી રાજ્ય સરકાર પર આક્ષેપ કરી રહી છે. ત્યારે હવે મવિઆએ નાક ઘસીને જનતાની માફી માંગવી, જો શનિવારે સવારે દસ વાગ્યા સુધી માફી માંગવામાં નહીં આવે તો આખા રાજ્યમાં આંદોલન થશે તેવી ચેતવણી ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકૂલેએ મહાવિકાસ આઘાડીને આપી છે.

શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાક ઘસીને માફી માંગવી એવી માગંણી ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકૂલેએ કરી છે. કોન્ટ્રાક્ટ પર થતી ભરતીને કારણે મહારાષ્ટ્રના લાખો બેરોજગાર યુવાનોની દીશાભૂલ કરવાનું કામ ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીના નેતાઓએ કર્યું છે.


કોન્ટ્રાક્ટ પર ભરતીનું મહાપાપ કરનારા ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને નાના પટોલે તથા મવિઆએ મહારાષ્ટ્રની નાક ઘસીને માફી માંગવી જોઇએ, એમ બાવનકૂલેએ જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેનું જુઠ્ઠાણું દેવેન્દ્ર ફડણવીસને ખૂલ્લું પાડ્યું છે એવો દાવો પણ બાવનકૂલેએ કર્યો હતો.

આ અંગે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં બાવનકૂલેએ જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને શરદ પવાર જૂથના નેતા કોન્ટ્રાક્ટ પર થઇ રહેલ ભરતીને લઇને રાજ્ય સરકાર પર આક્ષેપો કરી રહ્યાં હતાં. સાચું કહું તો ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને નાના પટોલે જાણી જોઇને રાજ્ય સરકાર પર આક્ષેપ કરી રહ્યાં છે તેથી તેમણે નાક ઘસીને જનતાની માફી માંગવી જોઇએ. આ માટે અમે તેમને શનિવાર સવારે દસ વાગ્યા સુધીનો સમય આપીએ છીએ નહીં તો આખા રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.


બાવનકૂલેએ નાગપુરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વાત કરતાં કહ્યું કે, કોન્ટ્રાક્ટ પર થનારી ભરતીનો નિર્ણય રદ કરવા બદલ મહાયુતી સરકારના નેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એજિત પવારનું હું અભિનંદન કરું છું.


તેમણે વધુમાં કહ્યું કે, મવિઆ સરકારના સમયે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોન્ટ્રાક્ટ પર થનારી ભરતીના જીઆર પર સહિ કરી હતી. અને હવે આ કોન્ટ્રાક્ટ પદ્ધતી દેવેન્દ્ર ફડણવીસ લઇને આવ્યા છે એમ કહી દોષનો ટોપલો રાજ્ય સરકાર પર નાખીને ઉદ્ધવ ઠાકરે નૌટંકી કરી રહ્યાં છે. તેમના જેટલો જુઠ્ઠો માણસ મેં આજ સુધી નથી જોયો. હવે આ લોકોના ખોટાં છે એવા પુરાવા પણ સામે આવ્યા છે. એમાં પણ આ કોન્ટ્રાક્ટ ભરતી એ તો મૂળમાં કોંગ્રેસનું પાપ છે. એમ બાવનકૂલેએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button