આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઉદ્ધવ ઠાકરેની સેનાએ પાંચ બળવાખોર નેતાઓની કરી હકાલપટ્ટી…

નવી દિલ્હી: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે પાંચ બળવાખોર નેતાઓને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા હતા કારણ કે તેઓ 20 નવેમ્બરની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવામાં નિષ્ફળ ગયા હતા.

આ પણ વાંચો : સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત વિરુદ્ધ FIR, શિંદે જૂથની મહિલા ઉમેદવારને કહ્યું ‘બકરી’

હકાલપટ્ટી કરવામાં આવેલા નેતાઓમાં ભિવંડી પૂર્વના વિધાનસભ્ય રૂપેશ મ્હાત્રે, વિશ્ર્વાસ નાંદેકર, ચંદ્રકાંત ઘુગુલ, સંજય આવારી અને પ્રસાદ ઠાકરેનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને શરદ પવારની એનસીપીની બનેલી મહા વિકાસ અઘાડીમાંથી – 14 નેતાઓએ પક્ષના આદેશને અવગણીને ઉમેદવારી નોંધાવી હતી. સોમવારની સમયમર્યાદા સુધીમાં નામાંકન પાછું ખેંચનારાઓમાં કોંગ્રેસના મુખ્તાર શેખનો પણ સમાવેશ થાય છે, જેમણે પુણેના કસ્બા પેઠ વિધાનસભા મતવિસ્તારમાંથી નામ પાછું ખેંચી લીધું હતું અને પક્ષના સત્તાવાર ઉમેદવાર રવિન્દ્ર ધંગેકરને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

નામાંકન પરત ખેંચ્યા બાદ, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે કુલ 4,140 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા, જ્યારે 2,938 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. આ આંકડો 2019ની વિધાનસભા ચૂંટણી લડનારા 3,239 ઉમેદવારો કરતાં 28 ટકાનો વધારો છે.

આ વર્ષે ચૂંટણીમાં મુખ્ય પ્રાદેશિક પક્ષો એનસીપી અને શિવસેના વચ્ચે ભાગલા પડ્યા બાદ ચૂંટણી લડશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના જૂથોએ મહાયુતિ બનાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના ડીજીપીની બદલીઃ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો, શિવસેનાને 56 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. 2014માં ભાજપે 122 બેઠકો, શિવસેનાને 63 અને કોંગ્રેસને 42 બેઠકો મળી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે, જેમાં 23 નવેમ્બરે તમામ 288 મતવિસ્તારોની મતગણતરી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker