ચૂંટણીમાં ફટકો પડ્યા પછી ઉદ્ધવ ઠાકરેની સેનાએ આદિત્ય ઠાકરેને સોંપી મોટી જવાબદારી…
મુંબઈ: મહારાષ્ટ્રની ચૂંટણી પછી શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યોની બેઠક યોજવામાં આવી. મીટિંગમાં પાર્ટીના તમામ ચૂંટાયેલા વિધાનસભ્યોએ સર્વસમંતિથી આદિત્ય ઠાકરેને બંને ગૃહના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. પક્ષના નેતા ભાસ્કર જાધવને ગ્રૂપ લીડર અને સુનીલ પ્રભુને ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : કોંગ્રેસની કારમી હાર બાદ નાના પટોલેએ રાજીનામું આપ્યું! ચર્ચાએ જોર પકડ્યું, જાણો શું છે હકીકત
મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને મુંબઈમાં આયોજિત પક્ષની વિધાનસભ્યોની બેઠકમાં શિવસેના (યુબીટી) વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટાયો હતો.
પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વરલી બેઠક પરથી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના મિલિંદ દેવરાને 8 હજાર 801 મતથી પરાજિત કર્યા હતા. જોકે, 2019ની છેલ્લી ચૂંટણીની તુલનામાં વિજયનો તફાવત ખાસ્સો ઘટી ગયો હતો. એ સમયે 67 હજાર 427 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો.
પક્ષના વરિષ્ઠ નેતા અંબાદાસ દાનવેએ પક્ષના વિધાનસભ્યોની બેઠક બાદ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાન ભાસ્કર જાધવને રાજ્ય વિધાનસભામાં પક્ષના જૂથના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જ્યારે સુનીલ પ્રભુને પક્ષના ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીમાં 363 મહિલા ઉમેદવારો હતી મેદાનમાં, જાણો કેટલી વિજેતા બની…
ભાજપ સાથે સીધી ફાઈટમાં ઉતરેલા ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) માટે અત્યારે સૌને સાથે લઈને ચાલવાનો સૌથી મોટો પડકાર છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 95 સીટ પર ચૂંટણી લડ્યા હતા, જેમાં ફક્ત 20 સીટ પર જીત મેળવી છે.
(પીટીઆઈ)