બોલો, ઉદ્ધવ ઠાકરેએ રાજીવ ગાંધી સરકારના વખાણ કર્યા
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી વિશે નારાજગી વ્યક્ત કરતા ઉદ્ધવ ઠાકરેએ રાજીવ ગાંધી સરકાર અને બાળાસાહેબ ઠાકરેનો દોર યાદ કર્યો હતો.
એ સમયે કૉંગેસ અને શિવસેના એકબીજાના કટ્ટર હરીફ હતા, પરંતુ બદલાની ભાવનાથી કોઇની વિરુદ્ધ કાર્યવાહી નહીં થતી હોવાનું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કૉંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા ‘સદ્ભાવના દિવસ’ના કાર્યક્રમમાં બોલતા ઉદ્ધવે જણાવ્યું હતું કે શિવસેના અને કૉંગ્રેસ કટ્ટર હરિફ હતા, પરંતુ ક્યારેય બદલાની ભાવના નહોતા રાખતા. બાળાસાહેબ ઠાકરે રાજીવ ગાંધીની આકરી ટીકા કરતા, પરંતુ રાજીવ ગાંધીના શાસન દરમિયાન ક્યારેય કેન્દ્રીય એજન્સીઓએ તેમના બારણે ટકોર આપી નહોતી.
આ પણ વાંચો : આ આઠ નિર્ણયો અમલમાં મૂકી નવભારતનો પાયો નાખ્યો હતો આ નેતાએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા ઉદ્ધવે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરતા ખચકાતા નહોતા. જ્યારે આજની સરકારને મણિપુર અને કાશ્મીરમાં હિંસા થાય છે ત્યારે કોઇ ફરક પડતો નથી