આમચી મુંબઈમહારાષ્ટ્ર

રેલવેની જમીન પર અતિક્રમણઃ મંદિર તોડવા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ સરકાર કર્યાં ગંભીર સવાલ

મુંબઈ: મધ્ય મુંબઈના દાદરમાં મજૂરોએ બાંધેલું 80 વર્ષ જૂનું એક હનુમાન મંદિર છે. આ મંદિરને તોડવા અંગેના રેલવેના નિર્ણય મુદ્દે રાજકારણ ગરમાયું છે. સેન્ટ્રલ રેલવેના નિર્ણય મુદ્દે વિપક્ષી પાર્ટી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ સત્તાધારી સરકાર પર ગંભીર સવાલો કર્યાં હતા.

રાજ્યમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વ હેઠળની સરકારે આ મંદિરને મોકલેલી નોટિસ મારી પાસે છે. સરકાર કહે છે કે તમે રેલવેની જમીન પર અતિક્રમણ કર્યું છે. 80 વર્ષ જૂનું આ મંદિર તોડી પાડવું છે. આ કેવા પ્રકારનું હિન્દુત્વ છે? જ્યારે અમને પૂછવામાં આવે છે કે શું તમે હિન્દુત્વ છોડી દીધું છે? તો તમે આ શું કરી રહ્યા છો? એવો અણિયાળો સવાલ ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યો છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના શાસનકાળમાં હનુમાન મંદિર તોડવાની અપાઈ રહી છે. સિડકોના મંદિર પર કોઈની નજર છે. તમે જાણો છો કે આજકાલ બધું કોને મળે છે. બાંગ્લાદેશમાં મંદિરો સળગાવવામાં આવી રહ્યા છે, હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, છતાં હિન્દુત્વની માળા જપનારા ભાજપના હિન્દુત્વની વ્યાખ્યા અને આકાર શું છે? આનો જવાબ મારે જોઈએ છે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :આજે મુંબઈ-બરોડા વચ્ચે સેમિ ફાઈનલ

ભાજપ માટે હિન્દુત્વ ચૂંટણી પૂરતો જ મુદ્દો છે? હિન્દુઓ માત્ર વોટ નથી. તેમને લાગણીઓ હોય છે. પહેલા હિન્દુઓને ડરાવવાના અને જો તેમના મંદિરો સુરક્ષિત નથી તો પછી શું સમજવાનું? એવા પ્રશ્નો પણ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા છે.
વાતનો તંતુ આગળ વધારી શિવસેના (યુબીટી)ના અધ્યક્ષે કહ્યું હતું કે ‘મુંબઈમાં હનુમાન મંદિર ૮૦ વર્ષથી છે. મજૂરોએ પરિશ્રમ પૂર્વક બનાવ્યું છે. રેલવે વિભાગ આવું મંદિર બનાવવા માટે ફતવો બહાર પાડી રહ્યો છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસનું હિન્દુત્વ શું કરી રહ્યું છે? ભાજપનું હિન્દુત્વ શું કરી રહ્યું છે? રામનું મંદિર કેવી રીતે બનાવશો અને રામભક્ત હનુમાનનું મંદિર તોડી પાડો છો?’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button