છેલ્લા બે અધિવેશનમાં આ મુદ્દો કેમ ન આવ્યો એની નવાઈ લાગે છે: ઉદ્ધવ ઠાકરે

શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ અને આદિત્ય ઠાકરેના પિતા ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં દિશા સાલિયાનને મુદ્દે થયેલી ધમાલ પર જણાવ્યું હતું કે મને નવાઈ લાગે છે કે છેલ્લા બે વિધાનસભાના અધિવેશનમાં આ મુદ્દો કેમ ઉપસ્થિત કરાયો નહોતો. દરેક વખતે અધિવેશન આવે એટલે આ મુદ્દો ઉખેળવામાં આવે છે. મારું કહેવું એટલું જ છે કે ખેડૂતોની ચિતા સળગી રહી છે, તેને માટે જવાબદાર કોણ છે? તેમની તપાસનું શું? સંતોષ દેશમુખની હત્યા થઈ છે, તેમની હત્યાનું શું? દિશા સાલિયાનના આકસ્મિક મૃત્યુનું પ્રકરણ કોર્ટમાં ચાલુ છે અને આ સંબંધી જે પુરાવા છે તે અદાલતમાં આપો. તમારી પાસે જે છે તે કોર્ટમાં આપો, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ, Rahul Gandhi 7-8 માર્ચે મુલાકાતે…
તેમણે એમ પણ કહ્યું હતું કે અમારા ખાનદાનની છથી સાત પેઢી લોકોની સામે છે. આ પ્રકરણ સાથે અમારે સ્નાન-સૂતકનો સંબંધ નથી, પરંતુ રાજકારણ ખોટી દિશામાં જ લઈ જવું હોય તો પછી બધાને તકલીફ પડશે. તમે ખોટી ધમાલ કરતા હશો તો કાલે તમારા પર પણ આવી શકે છે, એવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી.