આમચી મુંબઈમહારાષ્ટ્ર

Election Results પછી ઉદ્ધવ ઠાકરેએ અચાનક પાર્ટીની બોલાવી બેઠક, જાણો કારણ?

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA)નું પ્રદર્શન સારું રહ્યું, ત્યાર બાદ ત્રણેય પક્ષોનું વર્ચસ્વ વધી ગયું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મુંબઈમાં વધારે સીટ મેળવવામાં આવ્યા પછી આજે પહેલી વખત ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray’s Shivsena)ની આગેવાનીમાં પાર્ટીની બેઠક બોલાવવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીની સમીક્ષા કરવા સાથે આગામી ચૂંટણીમાં કેટલી બેઠક પ્રાપ્ત કરી શકાય એના અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં લોકસભાની ચૂંટણીના પરિણાો અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચાલી રહેલી સમીક્ષા બેઠકમાં શિવસેનાના ચૂંટાયેલા સાંસદો, વિધાનસભ્ય અને પાર્ટીના મુખ્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરી હતી, જ્યારે જ્યાં પાર્ટી જીતી અને જ્યાં હારી એ તમામ બેઠકોનું વિશ્લેષણ કર્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યની મુલાકાત લેશે. આ મુલાકાતસત્ર પણ ટૂંક સમયમાં શરુ થશે. આ અંગે કાર્યકર્તાઓને માહિતી આપવામાં આવી છે કે સીટ વહેંચણીની કોઈ ચિંતા કરે નહીં. સમગ્ર રાજ્યમાં મહાવિકાસ આઘાડીને મજબૂત કરવાની દિશામાં કામ કરે.
ઉદ્ધવ ઠાકરેએ મીટિંગમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની કુલ 288 સીટમાંથી 180 સીટ જીતવાનો લક્ષ્યાંક કાર્યકર્તાઓ સમક્ષ મૂક્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથના એક વિધાનસભ્યએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, તેથી અમે બહુ ખુશ છીએ. ભાજપના 400થી વધુ સીટના નારા લગાવ્યા પછી આ જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો પછી ભાજપા તડીપાર થઈ જશે. મહારાષ્ટ્રમાં એમવીએને 30 સીટ મળ્યા બાદ ભાજપના અહંકારનો અંત આવી ગયો છે.

આ પણ વાંચો : આ શું બોલી ગયા ઉદ્ધવ ઠાકરે કે ભાજપના હોંશ ઉડી ગયા!

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પણ પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી પછી ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ આજની બેઠકમાં લોકસભા જીતનારા સાંસદોને અભિનંદન આપ્યા હતા, જ્યારે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોને આગામી ચૂંટણી જીતવા માટે સખત મહેનત કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button