ઉદ્ધવ ઠાકરેને ફટકો? ઓપરેશન ટાઈગરની ચર્ચા | મુંબઈ સમાચાર

ઉદ્ધવ ઠાકરેને ફટકો? ઓપરેશન ટાઈગરની ચર્ચા

ઠાકરે સેનાના વિધાનસભ્યની સરનાઈક સાથે વધતી નિકટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ‘ઓપરેશન ટાઈગર’ હેઠળ ઠાકરે સેનાના મોટાભાગના નેતાઓ, કાર્યકરો અને જનપ્રતિનિધિઓને શિવસેનામાં હાઈજેક કરવાનું મિશન હાથ ધરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે પરિવહન પ્રધાન સાથે એક ઠાકરેસેનાના વિધાનસભ્યની વધતી નજદીકીઓ ઉદ્ધવ ઠાકરે માટે ચિંતાનું કારણ બન્યું છે.

ધારાશિવ જિલ્લામાં પણ ‘ઓપરેશન ટાઈગર’ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું ચિત્ર છે. એવી ચર્ચા છે કે શિવસેનાના નેતા અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક અને નવા ચૂંટાયેલા વિધાનસભ્ય પ્રવીણ સ્વામી વચ્ચે નિકટતા વધી રહી છે.

આપણ વાંચો: ‘ઓપરેશન ટાઈગર’ને રોકવા માટે ઉદ્ધવ ઠાકરેએ બનાવ્યો આ પ્લાન, જાણો શું છે યોજના?

ધારાશિવના વિધાનસભ્ય પ્રવીણ સ્વામી વિપક્ષમાં હોવા છતાં હંમેશા પ્રતાપ સરનાઈકના કાર્યક્રમોમાં હાજરી આપે છે. 19 જુલાઈએ પરિવહન પ્રધાન અને ધારાશિવના પાલક પ્રધાન પ્રતાપ સરનાઈકે ઉમરગાની મુલાકાત દરમિયાન વિધાનસભ્ય પ્રવીણ સ્વામીના ઘરે ખાસ મુલાકાત લીધી હતી. પ્રવીણ સ્વામીએ અત્યંત ઉત્સાહભેર સરનાઈકનું સ્વાગત કર્યું હતું.

પ્રવિણ વીરભદ્રૈયા સ્વામીએ શિવસેના (યુબીટી)ની ટિકિટ પર ધારાશિવના ઉમરગા-લોહરા વિધાનસભા મતવિસ્તારમાંથી ત્રણ વખતના શિવસેનાના વિધાનસભ્ય જ્ઞાનરાજ ચૌગુલેને હરાવીને જીત મેળવી હતી. જ્ઞાનરાજ ચૌગુલે એકનાથ શિંદેની શિવસેના તરફથી વિધાનસભા ચૂંટણી લડી હતી.

આપણ વાંચો: ઓપરેશન ટાઈગરથી ઉદ્ધવ ઠાકરે ડર્યા, પોતાના નેતાઓને પાર્ટીમાં જવા લગાવી રોક…

પ્રવિણ સ્વામીએ ઉમરગા ડેપો માટે 10 ઇલેક્ટ્રિક બસો માગી હતી અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે તાત્કાલિક તે માંગણીને મંજૂરી આપી અને ઉમરગા ડેપો માટે પાંચ ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવી, જ્યારે બાકીની પાંચ ઇલેક્ટ્રિક બસો ટૂંક સમયમાં આવશે એવું કહેવામાં આવ્યું છે.

શિવસેનાના ઉપનેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય જ્ઞાનરાજ ચૌગુલેએ પોતે જ પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇક અને પ્રવિણ સ્વામી વચ્ચે મધ્યસ્થી કરી હોવાનું કહેવાય છે.

ધારાશિવમાં મિશન ટાઈગર સફળ થાય છે કે નહીં તે આગામી થોડા દિવસોમાં જોવા મળશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button