ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં હિન્દી ફરજિયાત નીતિ સ્વીકારી: ઉદય સામંતનો દાવો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં હિન્દી ફરજિયાત નીતિ સ્વીકારી: ઉદય સામંતનો દાવો

ડો. માશેલકર સમિતિની પહેલાથી બારમા ધોરણ સુધી હિન્દી ફરજિયાત નીતિને મહા વિકાસ આઘાડી સરકારે સ્વીકારી હતી: આદિત્ય ઠાકરેએ હવે હિન્દી ભાષા પર પોતાનું વલણ બદલ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યના શાળા શિક્ષણમાં હિન્દી ફરજિયાત બનાવવાની નીતિને ઉદ્ધવ ઠાકરેએ મહા વિકાસ આઘાડીની સરકાર દરમિયાન મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારી હતી.

ડો. માશેલકર સમિતિએ પ્રસ્તાવ મૂક્યો હતો કે ત્રણ ભાષાઓ – મરાઠી, અંગ્રેજી અને હિન્દી – ધોરણ પહેલાથી બારમા સુધી ફરજિયાત શીખવવામાં આવે, જેને ઠાકરેએ કેબિનેટમાં સ્વીકારી હતી, પરંતુ હવે જ્યારે હિન્દી ફરજિયાત નથી, ત્યારે પણ યુબીટી જાણી જોઈને હિન્દી ભાષા પર રાજકારણ કરી રહ્યા છે, એમ ઉદ્યોગ અને મરાઠી ભાષા ખાતાના પ્રધાન ઉદય સામંતે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા જણાવ્યું હતું.

આપણ વાંચો: શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ: “મહારાષ્ટ્રમાં વિકાસનો યોગ 21 જૂને જ શરૂ થયો હતો”

સામંતે કહ્યું હતું કે સરકારનું વલણ હિન્દીને ક્યાંય ફરજિયાત બનાવવાનું નથી અને હિન્દીને ફરજિયાત બનાવવાના પણ નથી. તેમણે ઉદ્ધવ ઠાકરે પર એવો આરોપ લગાવ્યો હતો કે તેઓ પાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલ માટે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી હતી. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રઘુનાથ માશેલકરની આગેવાની હેઠળની આ સમિતિએ સરકારને એક અહેવાલ સુપરત કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ધોરણ પહેલાથી બારમા સુધી ત્રણ ભાષાઓ – મરાઠી, અંગ્રેજી અને હિન્દી – શીખવવી જોઈએ.

આપણ વાંચો: કમોન કીલ મી, પણ એમ્બ્યુલન્સ લઈને આવજો: ઉદ્ધવ ઠાકરે

27 જાન્યુઆરી, 2022ના રોજ તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટમાં આ અહેવાલ સ્વીકાર્યો હતો. આમ જણાવીને સામંતે સવાલ કર્યો હતો કે રાજ્યમાં શૈક્ષણિક નીતિ 2020ની નીતિ મુજબ યુબીટીએ ધોરણ બારમા સુધી ફરજિયાત હિન્દી ભાષા સામે કેમ વાંધો ઉઠાવ્યો નહીં.

તેમણે એવી ટીકા કરી હતી કે મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં હિન્દીને ફરજિયાત બનાવવામાં આવી હતી તેમના દ્વારા આ બેવડું વલણ હતું. પાલિકા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કેટલાક લોકો ભાવનાત્મક અપીલો કરીને મરાઠી અને હિન્દી ભાષાઓ પર રાજકારણ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રે વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના શું કરી શકે છે તે જોયું છે.

આપણ વાંચો: રાજ્યના મનમાં જે હશે તે હું કરીશ, મનસે સાથે જોડાણ અંગે ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

મુંબઈમાં મરાઠી ભાષા કેન્દ્ર સ્થાપવામાં આવી રહ્યું છે. આ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઐરોલીમાં મરાઠી ભાષા ઉપકેન્દ્ર સ્થાપવામાં આવશે. સરકાર દ્વારા વિશ્ર્વ મરાઠી પરિષદ, મહિલાઓ, યુવાનો અને બાળ સાહિત્ય સંમેલનોનું આયોજન કરવામાં આવે છે. મરાઠી માતૃભાષા છે અને દરેકને તે જાણવું જોઈએ, આ સરકારની ભૂમિકા છે, એમ પણ સામંતે જણાવ્યું હતું.

ત્રિભાષી નવી શિક્ષણ નીતિ (એનઈપી-2020)ની સફર

  • નવેમ્બર 2019: ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા
  • 2020માં તૈયાર કરાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
  • ઓક્ટોબર 2020 – ત્રિભાષી સૂત્ર નક્કી કરવા માટે વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રઘુનાથ મશેલકરની અધ્યક્ષતામાં કાર્યકારી જૂથની સ્થાપના
  • 21 જાન્યુઆરી, 2021: ડો. મશેલકરની અધ્યક્ષતામાં કાર્યકારી જૂથનો અહેવાલ રજૂ કરાયો
  • 27 જાન્યુઆરી, 2022: ડો. મશેલકરના અહેવાલને મંત્રીમંડળે સ્વીકાર્યો
    આ અહેવાલમાં, કાર્યકારી જૂથે ધોરણ 1 થી 12 સુધી મરાઠી, અંગ્રેજી અને હિન્દી ભાષાઓ શીખવવાની ભલામણ કરી
  • એપ્રિલ 2025: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button