ઉદ્ધવ ઠાકરે જૂથે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, મરાઠા આરક્ષણ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી | મુંબઈ સમાચાર

ઉદ્ધવ ઠાકરે જૂથે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, મરાઠા આરક્ષણ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામતનો મુદ્દો અત્યારે રાજ્યમાં જ્વલંત બની રહ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના સંસદસભ્ય વિનાયક રાઉતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સંસદનું વિશેષ અધિવેશન બોલાવવાની માગણી કરી છે.

આ પત્રમાં મરાઠા અને ધનગર આરક્ષણના મુદ્દે સંસદનું વિશેષ અધિવેશન બોલાવવાની માગણી કરવામાં આવી છે. આવી જ રીતે આરક્ષણના મુદ્દે ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ પાસે સમય માગવામાં આવ્યો છે. સંજર રાઉતના નેતૃત્વ હેઠળ અંબાદાસ દાનવે, વિનાયક રાઉત, અનિલ દેસાઈ, અરવિંદ સાવંત, પ્રિયંકા ચતુર્વેદી, રાજન વિચારે, ઓમરાજે નિંબાળકર, સંજય જાધવ, અનિલ ચૌધરી, સુનિલ પ્રભુ વગેરે રાષ્ટ્રપતિને મળવા જવા માગે છે, એમ પણ તેમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button