આમચી મુંબઈ

દશેરાએ શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે જૂથની સભા

શિંદે જૂથે અરજી પાછી ખેંચી લીધી

મુંબઈ: શિવાજી પાર્ક પર દશેરાનો મેળાવડો કોનો એ સસ્પેન્સ પરથી પડદો ઊઠી ગયો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ દ્વારા દોઢ મહિના પહેલા મહાનગરપાલિકા સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ પણ જૂથને પરવાનગી નહોતી આપવામાં આવી. ઠાકરે જૂથ દ્વારા અદાલતમાં જવાના સંકેત મળ્યા હતા. પલડું કોની તરફ નમશે એના તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા હતા ત્યારે શિવાજી પાર્કમાં મેળાવડો કરવા માટે શિંદે જૂથ દ્વારા કરવામાં આવેલી અરજી પછી ખેંચવામાં આવી છે. આ સંદર્ભે શિવસેના (શિંદે જૂથ)ના વિધાનસભ્ય સદા સરવણકરએ ટીવી ચેનલ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હિંદુત્વની વિચારધારા માટે શિવાજી પાર્કનું મેદાન અમને મળવું જોઈએ એવું અમારું વલણ હતું. જોકે, વિવાદ ટાળવા આઝાદ મેદાન કે ક્રાંતિ મેદાનમાંથી પણ હિંદુત્વના વિચાર રજૂ કરી શકાય એવું વલણ શિંદેએ અપનાવ્યું છે. દશેરા હિન્દુઓનો તહેવાર છે. હિન્દુઓનો તહેવાર નિર્વિઘ્ને આનંદથી પાર પડે એવું એકનાથ શિંદેનું માનવું છે. શિવસેનાનો દશેરા મેળાવડો આઝાદ મેદાન અથવા ક્રાંતિ મેદાનમાં આયોજિત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button