26મી જૂને યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ ઉતાર્યા આ ઉમેદવારને…
મુંબઈ: સ્નાતક(ગ્રેજ્યુએટ) અને ટીચર્સ(શિક્ષકો) માટે વિધાન પરિષદની ચૂંટણી 26 જૂનના યોજવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ તેમ જ જે.એમ.અભયંકરને ઉમેદવાર તરીકે ઊભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદની 78 બેઠકમાંથી અવિભાજિત શિવસેના અને એનસીપી અનુક્રમે 11 અને 9 સભ્યો ધરાવે છે. જ્યારે કૉંગ્રેસ 8 અને ભાજપ 22 સભ્યો ધરાવે છે. આઉપરાંત જદ(યુ), પિઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ એક સભ્યો ધરાવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ચાર અપક્ષ સભ્યો છે જ્યારે 21 બેઠકો હજી ખાલી છે. ખાલી બેઠકો રાજ્યપાલ દ્વારા નિમવામાં આવનારા સભ્યો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા નિમાતા સભ્યોની છે.
ઉલ્લેખનીય છે કે શિવસેના અને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના મોટાભાગના વિધાન પરિષદના સભ્યો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના અથવા તો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જૂથમાં સામેલ થઇ ગયા છે. બંને પક્ષના ભાગલા પડ્યા ત્યારબાદ મોટાભાગના સભ્યો શિંદે અને અજિત પવાર જૂથમાં જોડાઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈ ટીચર્સ અને નાશિક ટીચર્સ ઉપરાંત ગ્રેજ્યુેટ્સ બેઠકના સભ્યોની મુદત જુલાઇમાં પૂરી થઇ રહી હોવાથી આ ચૂંટણી યોજવી અનિવાર્ય થઇ હતી. આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી મુદત 7 જૂન રહેશે. જ્યારે આ ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલી જુલાઇએ કરવામાં