ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભાજપ વચ્ચે છેડાયું ‘હિંદુત્વ’નું યુદ્ધ, આ રીતે કર્યા એકબીજા પર પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા, હિન્દુત્વને લઈને ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું છે. બંને પક્ષો એકબીજાને જોરદાર ટોણા મારી રહ્યા છે. સૌથી પહેલા ઉદ્ધવ જૂથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટર લગાવ્યું અને ભાજપ પર શિવાજી પાર્કમાં આચારસંહિતા દરમિયાન પોસ્ટર લગાવવાનો આરોપ લગાવ્યો. આનો જવાબ આપતાં ભાજપે ઉદ્ધવ ઠાકરેની દિવાળીની ઈચ્છા પર કટાક્ષ કર્યો.
હવે ઉદ્ધવ જૂથે ફરી પોસ્ટ કરી છે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂરી થતાની સાથે જ રાજકીય તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારને રાજકીય ધાર આપવાનું આયોજન કર્યું છે. મહાવિકાસ આઘાડીએ મહાયુતિનો સામનો કરવા માટે રણનીતિ બનાવી છે. આ અંતર્ગત રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે નાગપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ
બીજી તરફ શિવસેનાનો મજબૂત ગઢ ગણાતા કોંકણમાંથી ઉદ્ધવ ઠાકરે મિશન-મહારાષ્ટ્રનું રણશિંગુ ફૂંકશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉપરાંત નારાયણ રાણેનો પણ આ વિસ્તારમાં પ્રભાવ છે. તેથી ઠાકરેએ પોતાના વિરોધીઓને તેમના ગઢમાં જ પડકારવાની રણનીતિ બનાવી છે.
ઉદ્ધવ ઠાકરે 25 રેલીઓને સંબોધિત કરશે
નાગપુરમાં બંધારણ સન્માન સંમેલન પછી, એનસીપી (એસપી) શરદ પવાર, શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં મહાવિકાસ અઘાડીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખર્ગે સાથે મંચ શેર કરશે અને એકતાનો સંદેશ આપશે. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે પાંચ નવેમ્બરથી 17 નવેમ્બર વચ્ચે કુલ 25 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. શરદ પવાર તેમની પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં રેલીઓ પણ કરશે.