આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવના ધરપકડ અંગેના આક્ષેપો ખોટો નેરેટિવ : એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા તાજેતરમાં જે નિવેદન કરવામાં આવ્યું છે કે તેમની અને પુત્ર આદિત્ય ઠાકરેની ધરપકડ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે તે ફક્ત ખોટો નેરેટિવ ફેલાવવાની વાતો છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છત્રપતિ સંભાજીનગરમાં જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નિંદા કર્યાના એક દિવસ પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે જેઓ ક્યારેય ઘરની બહાર નીકળ્યા નથી તેઓ હવે ‘બીજાને સમાપ્ત કરવાની’ વાતો કરી રહ્યા છે.

ફડણવીસ પર તેમને અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને જેલમાં ધકેલી દેવા માટે ષડયંત્ર રચવાનો આરોપ મૂકતાં ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે તેઓ અથવા નાયબ મુખ્ય પ્રધાન બંનેમાંથી ફક્ત એક જ જણ રાજકારણમાં રહેશે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના કાયમ ચાલુ રહેશે: મુખ્યપ્રધાન એકનાથ શિંદે

આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા એકનાથ િશિંદેએ કહ્યું હતું કે કેટલું વિચિત્ર છે કે જેઓ ક્યારેય તેમના ઘરની બહાર નીકળ્યા નથી તેઓ હવે યુદ્ધના મેદાનની વાત કરી રહ્યા છે અને અન્યને સમાપ્ત કરવાની વાતો કરી રહ્યા છે. મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે ઉદ્ધવ અને આદિત્યની ધરપકડની વાતો ફેક નેરેટિવ છે અને તેઓ ફડણવીસની સાથે મજબૂત રીતે ઊભા છે.
પક્ષના કાર્યકરોને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે (ભૂતપૂર્વ પ્રધાન) અનિલ દેશમુખે હવે ખુલાસો કર્યો છે કે કેવી રીતે ફડણવીસ દ્વારા મને અને આદિત્ય (ઠાકરે)ને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મેં બધું સહન કર્યું છે, પરંતુ હજુ પણ બહાદુરી અને મક્કમતાથી ઊભો છું. તો હવે કાં તો તમે (ફડણવીસ) રાજકારણમાં રહેશો અથવા હું રહીશ.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે 2.5 લાખ મહિલાઓને મહિને રૂ. 1,500 આપવામાં આવશે. વિપક્ષ લોકોને આ યોજનાના વિરોધ કરવા માટે કોર્ટમાં મોકલી રહ્યા છે. બહેનો આવા સાવકા ભાઈઓને બરાબર પાઠ ભણાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button