ઉદ્ધવ ઠાકરેએ ફરી રાજ ઠાકરે સાથે ગઠબંધનની વાત કરી, કોર્પોરેટરો સાથેની મુલાકાતમાં શું કહ્યું? | મુંબઈ સમાચાર

ઉદ્ધવ ઠાકરેએ ફરી રાજ ઠાકરે સાથે ગઠબંધનની વાત કરી, કોર્પોરેટરો સાથેની મુલાકાતમાં શું કહ્યું?

ઉદ્ધવ ઠાકરેએ ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથેની બેઠકમાં કહ્યું કે બીએમસી ચૂંટણી માટે ક્યા પક્ષ સાથે ગઠબંધન કરવું એ હું ચર્ચા કર્યા પછી જ નિર્ણય લઈશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે રાજકીય ધમાલ ચાલી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે બુધવારે પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે નેતાઓને પૂછ્યું કે મનસે સાથે ગઠબંધન કરવું જોઈએ કે નહીં? આ પ્રશ્ર્ન પર મોટાભાગના નેતાઓએ કહ્યું હતું કે જો ગઠબંધન થાય તો તે પક્ષ માટે ફાયદાકારક રહેશે.
ભૂતપૂર્વ કોર્પોરેટરોએ કહ્યું હતું કે મુંબઈમાં ગઠબંધન માટે અનુકૂળ વાતાવરણ દેખાઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (બીએમસી ઈલેક્શન-2025) માટે, જે પક્ષ સાથે ગઠબંધન કરવાનું હશે તેનો નિર્ણય હું તમને બધાને વિશ્ર્વાસમાં લીધા પછી જ લઈશ.’

રાજ ઠાકરેનું વલણ શું હશે?

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા રાજ ઠાકરેએ પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે જવાનો સંકેત આપ્યો હતો. તેમના નિવેદનના થોડા સમય પછી, ઉદ્ધવ ઠાકરેએ ‘મરાઠી માનુષ’ના મુદ્દે સાથે આવવાનો સંકેત આપ્યો હતો.
જોકે, તાજેતરમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હોવાથી એક નવી ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. હવે એવા સવાલો ઉભા થવા લાગ્યા હતા કે શું રાજ ઠાકરે શિવસેના યુબીટી સાથે ગઠબંધન કરવાને બદલે ભાજપ સાથે જશે? જોકે, રાજ ઠાકરેએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

આ પણ વાંચો -‏‏‎ પવઈ તળાવ છલકાયું…

કોર્પોરેટરોને ઉદ્ધવ ઠાકરેનો સંદેશ

શિવસેના (યુબીટી)ના વડાએ કહ્યું કે તમે બધા મારી સાથે છો, વફાદાર છો… આવનારા સમયમાં ઘણી બેઠકો યોજાશે. તેમણે ભૂતપૂર્વ કોર્પોરેટરોને શિવસેના ભવનમાં આવીને સામાન્ય લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા વિનંતી કરી હતી. હકીકતમાં, ચૂંટણી કાર્યાલય શિવસેના ભવનમાં જ ખોલવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ આ બેઠકમાં કહ્યું કે ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચૂંટણી યોજાઈ શકે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button