આમચી મુંબઈ

ઉદ્ધવ જૂથની સુપ્રીમ કોર્ટમાં ધા

મુંબઈ: શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા અરજીના ચુકાદા પૂર્વે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર વચ્ચે થયેલી મિટિંગ બાબત શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હોવાની જાણકારી પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે આપી હતી. ઠાકરેએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે સોગંદનામું સોમવારે દાખલ કરવામાં આવ્યું હતું. નાર્વેકર ૧૦ જાન્યુઆરીએ સાંજે ચાર વાગ્યે ચુકાદો આપે એવી સંભાવના છે.

બાંદરા સ્થિત પોતાના નિવાસસ્થાન માતોશ્રી ખાતે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ સવાલ કર્યો હતો કે જો ન્યાયાધીશ (નાર્વેકર) જ આરોપીને મળે તો પછી ન્યાયાધીશ પાસે શું અપેક્ષા રાખવી? રવિવારે નાર્વેકર શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે મળ્યા હતા. ગયા વર્ષે ઑક્ટોબરમાં પણ તેમની વચ્ચે મુલાકાત થઈ હતી. જૂન ૨૦૨૨માં શિંદેએ અને અન્ય કેટલાક શિવસૈનિકોએ બળવો કરતા શિવસેનામાં ભંગાણ પડ્યું હતું અને મહાવિકાસ અઘાડી સરકાર તૂટી પડી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button