ઉદ્ધવ ઠાકરેની શિવસેના સંજય રાઉતના કારણે તૂટી: ગિરીશ મહાજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના ભંગાણ માટે સંજય રાઉત જ જવાબદાર છે અને તેમની જીભને કારણે જ બાળ ઠાકરેની શિવસેના તૂટી હતી અને હજી પણ તેઓ સુધરતા નથી, એવા શબ્દોમાં ભાજપના નેતા ગિરિશ મહાજને શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં અમિત શાહ ભંગાણ પાડશે એવા નિવેદનની ઝાટકણી કાઢી હતી.
સંજય રાઉત કંઈ પણ કહી શકે છે. તેઓ પોતાની પાર્ટી પણ સંભાળી શક્યા નહીં. તેઓ છોડી ગયેલા 45 વિધાનસભ્યોને પણ સંભાળી શક્યા નહીં. શિવસેનાને વિભાજીત કરવાનું શ્રેય સંજય રાઉતને જાય છે.
આપણ વાચો: એમવીએમાં ભંગાણના એંધાણ?
ઘણા કોર્પોરેટરોએ મને કહ્યું હતું કે, સંજય રાઉતે તેમને એમ કહ્યું હતું કે તમે જ્યાં ઇચ્છો ત્યાં જાઓ. જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું થશે? હું સંજય રાઉતને કહેવા માગુ છું કે તમારે તમારા પક્ષની ચિંતા કરવી જોઈએ.
તમારી પાસે જે વિધાનસભ્યો અને સાંસદો છે તેમને સંભાળો. શિંદેની સેનાનું શું થશે? ભાજપનું શું થશે? તેની ચિંતા કરવાનું છોડી દો એમ જણાવતાં ગિરીશ મહાજને કહ્યું હતું કે હવે અમે કોઈને પણ અમારી સાથે નહીં લઈએ કારણ કે હવે બધી બેઠકો ભરાઈ ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે એમ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતે દાવો કર્યો હતો કે એક દિવસ તેઓ શિંદે જૂથનો એકડો કાઢી નાખશે. તેમણે અમારો એકડો કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ અમે સમયસર બહાર નીકળી ગયા.
આપણ વાચો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર હજી તલવાર તોળાઈ રહી છે
પરંતુ તેમના સ્વભાવ પ્રમાણે, તેમની કાર્ય પદ્ધતિ પ્રમાણે, શિંદે સેનાનો એકડો દિલ્હીમાંથી જ કાઢી નાખવામાં આવશે.
એકનાથ શિંદેને કદાચ એવું લાગતું હશે કે દિલ્હીના બે નેતાઓ મારી સાથે છે, પરંતુ તેઓ કોઈના નથી, તેઓ કોઈના પક્ષમાં નથી. તેમણે હિન્દુ હૃદય સમ્રાટ બાળ ઠાકરેની શિવસેનાને પીઠમાં છરો મારતા પણ ખચકાટ અનુભવ્યો નહીં, તો આ શિંદે કોણ છે? શિંદે એ જ છે જે તેમની પાછળ આવ્યા છે એમ જણાવતાં સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિંદેની શિવસેના શિવસેના નથી પણ અમિત શાહ દ્વારા બનાવેલ જૂથ છે, અને તેમના 35 વિધાનસભ્યો છીનવીને ફરી ભાગલા પાડશે. આ જ નિવેદનનો ગિરીશ મહાજને હવે જવાબ આપ્યો હતો.
અમને ખાતરી છે કે મહાયુતિ જીતશે: ગિરીશ મહાજન
મને ખાતરી છે કે અમારા બધા કોર્પોરેટરો મોટી બહુમતી સાથે ચૂંટાશે. મહાયુતિ નંબર વન પર રહેશે. ઉપરાંત, તેમાં પણ ભાજપ નંબર વન પાર્ટી બની રહેશે. અમે ઘણી જગ્યાએ મહાયુતિમાં લડ્યા છીએ. હું તમને કહી રહ્યો છું કે મહાવિકાસ આઘાડી ક્યાંય દેખાશે નહીં, એમ પણ ગિરીશ મહાજને પણ કહ્યું છે.



