આમચી મુંબઈમહારાષ્ટ્ર

હરિયાણાનાં ચૂંટણી પરિણામોની MVA પર અસર: રાઉતે કોંગ્રેસની ટીકા કરી…

મુંબઈ: હરિયાણામાં પરાજય માટે કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ જવાબદાર હોવાનું સૂચવતા ‘ઈન્ડિયા’ બ્લોકના સાથી પક્ષ શિવસેના (યુબીટી)એ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે નબળા વિસ્તારોમાં કોંગ્રેસ સાથી પક્ષો પર આધાર રાખે છે, પરંતુ જ્યાં તેમનો પગ મજબૂત છે એવા ગઢ વિસ્તારોમાં તેમની અવગણના કરે છે.

આ પણ વાંચો : MVAને તેમની જ ભાષામાં તેમને જવાબ આપીશુંઃ જાણો મહાયુતિની નવી રણનીતિ

હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત વિજય મેળવ્યો એના એક દિવસ બાદ શિવસેના (યુબીટી)ના સંસદ સભ્ય સંજય રાઉતે આડકતરી રીતે જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધીની આગેવાની હેઠળના પક્ષે તેના સાથી પક્ષોને સમાવી લીધા હોત અને ગઠબંધન કર્યું હોત તો ચૂંટણીનું પરિણામ જુદું આવ્યું હોત.

રાઉતે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ‘જે વિસ્તારમાં કોંગ્રેસ નબળી હોય છે ત્યાં તે પ્રાદેશિક પક્ષોની મદદ લે છે, પરંતુ જ્યાં સ્થિતિ મજબૂત હોવાનું માનતો હોય ત્યાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોને કોઈ મહત્વ નથી આપતો.’

આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર હરિયાણા ચૂંટણીના પરિણામની કોઈ અસર પડવાની સંભાવના નકારી કાઢતાં રાઉતે ફરી એકવાર મહા વિકાસ આઘાડીના સાથી પક્ષોને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કરવાની અપીલ કરી હતી. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા વિપક્ષનો ચહેરો હોવાથી જમ્મુ અને કાશ્મીરમાં સાથી પક્ષોનો વિજય થયો હતો એવી દલીલ રાઉતે કરી હતી.

વધુમાં રાઉતે જણાવ્યું હતું કે ‘જો હરિયાણાની ચૂંટણી ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા લડવામાં આવી હોત અને સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી)ને બેઠકો ફાળવવામાં આવી હોત તો ગઠબંધનને લાભ થયો હોત, પરંતુ કોંગ્રેસનું માનવું હતું કે આ લડાઈ એકતરફી હશે અને તે પોતાના જોર પર વિજય મળી જશે.

મહારાષ્ટ્ર ચૂંટણી માટેની વ્યૂહરચના પર બોલતા રાઉતે કહ્યું હતું કે ‘ઈન્ડિયા’ ગઠબંધનને ખ્યાલ આવી ગયો છે અને હરિયાણામાં જે “ભૂલો” થઈ છે તેનું પુનરાવર્તન મહારાષ્ટ્રમાં નહીં થાય.’

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker