આમચી મુંબઈમહારાષ્ટ્ર

ટ્રક સાથે એસયુવી ટકરાતાં બે યુવકનાં મોત: પાંચ જણ ઘાયલ

થાણે: રાયગડ જિલ્લાના જેએનપીટી-પનવેલ રોડ પર ટ્રક સાથે એસયુવી (સ્પોર્ટસ યુટિલિટી વેહિકલ) ટકરાતાં બે યુવકનાં મોત થયાં હતા, જ્યારે અન્ય પાંચ જણ ઘવાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે સવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બંને યુવકની ઓળખ હિતેન્દ્ર સંજય પાટીલ (22) અને શ્રીનાથ ચંદ્રલેખર (22) તરીકે થઇ હતી. બંને નવી મુંબઈના રહેવાસી હતા.

એસયુવી પૂરપાટ વેગે જઇ રહી હતી ત્યારે તે આગળ જઇ રહેલી ટ્રક સાથે અથડાઇ હતી, જેમાં બે જણનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ઘવાયેલા અન્ય પાંચ જણને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર પૂરપાટ વેગે અને બેદરકારીથી એસયુવી હંકારી રહ્યો હતો, એવું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ પનવેલ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

આપણ વાંચો:  મુંબઈમાં ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી: બે મહિનામાં 100 ઈ-બાઈક ટેક્સીની નોંધણી…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button