મુંબઈ નજીકના ચિંચોટી વોટર ફોલમાં ડુબવાથી બે યુવકના મોત

મુંબઈ : મુંબઇથી નજીક આવેલા વસઈના જાણીતા ચિંચોટી વોટર ફોલમાં સોમવારે દુર્ઘટના સર્જાઈ હતી. આ વોટર ફોલમાં ડૂબવાથી બે યુવકના મોત થયા છે. આ બંને યુવાન મુંબઈના હતા. તેમની ઓળખ 22 વર્ષના પ્રેમ શહજરાવ અને 24 વર્ષના સુશીલ ભારત તરીકે થઈ છે. આ યુવકો ગોરેગાંવ પૂર્વના અશોક નગર, કામ એસ્ટેટ રોડ અને વાલભાટ રોડના રહેવાસી હતા.
બે યુવાન ઝરણાંના ઉંડા પાણીમાં ઉતર્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ ગોરેગાંવ કોલેજના 6 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ સોમવારે ચિંચોટી વોટર ફોલમાં પિકનિક માટે ગયું હતું. જેમાં પ્રેમ અને સુશીલ નામના બે યુવાન ઝરણાંના ઉંડા પાણીમાં ઉતર્યા હતા. પરંતુ તેવો પાણીની ઉંડાઈ અને તેના પ્રવાહનો અંદાજ લગાવી ના શકયા જેના લીધે બંને યુવાન ડૂબી ગયા હતા.
બંને યુવાનના મૃતદેહ બહાર કાઢયા
જોકે, આ દુર્ઘટનાની જાણ થતા જ વસઈ-વિરાર મહાનગરની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ બંને યુવાનના મૃતદેહ બહાર કાઢયા હતા. જયારે નાયગાંવ પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
વરસાદના કારણે ચિંચોટી વોટર ફોલના પ્રવાહમાં વધારો
ઉલ્લેખનીય છે, ચોમાસા દરમિયાન ચિંચોટી વોટર ફોલના કુદરતી સૌદર્યને માણવા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જયારે વરસાદના કારણે ચિંચોટી વોટર ફોલનો પ્રવાહ વધી જતો હોય છે. જેના પગલે વહીવટીતંત્ર અને પોલીસ લોકોને સાવચેતી રાખવા સુચનાઓ આપે છે. પરંતુ લોકોને તેને અવગણતા આવી દુર્ઘટનાઓ બને છે.
આ પણ વાંચો….અઠવાડિયા પહેલા જ દિવસે રિમઝિમ વરસાદહવામાન વિભાગે ગ્રીન અલર્ટને યલો અલર્ટમાં અપગ્રેડ કરી…