`ફલેક્સી સ્કીમ’ દ્વારા કર્મચારીઓના કામના બે સ્લોટ
મુંબઈ: લોકલ ટે્રનમાં મુસાફરી કરતા લોકોને દરરોજ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 સુધી ભારે ભીડનો સામનો કરવો પડે છે, જેને પીક અવર્સ કહેવામાં આવે છે. આ પીક અવર્સ દરમિયાન સરેરાશ ચાર હજાર લોકો લોકલ ટે્રનમાં પ્રવાસ કરે છે. મધ્ય રેલવે હોય કે પશ્ચિમ રેલવે બધાની હાલત સરખી છે. આ પીક અવર્સની પરેશાની દૂર કરવા માટે મધ્ય રેલવે તેના કર્મચારીઓ માટે `ફ્લેક્સી સ્કીમ’ લઈને આવી છે. મધ્ય રેલવે કોરોના દરમ્યાન કર્મચારીઓને ધ્યાનમાં રાખીને, તેમને તેમના ઘરની નજીક કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ પછી કેટલાક કર્મચારીઓને ફ્લેક્સી સ્કીમ પણ આપવામાં આવી હતી, જેથી ટે્રનમાં અને પછી ઑફિસમાં પણ ભીડને ટાળી શકાય.
આ યોજના કેવી રીતે લાગુ કરવામાં આવશે?
મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના એક અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓને બે સ્લોટમાંથી પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. એકવાર વિકલ્પ પસંદ કર્યા પછી તે આખા મહિના માટે લાગુ થશે, તે મહિનાના મધ્યમાં બદલી શકાશે નહીં. મુંબઈ ડિવિઝનની ડિવિઝન ઑફિસમાં કામ કરતા કર્મચારીઓએ આનો અમલ કરવો પડશે. અધિકારીએ કહ્યું કે જો આ યોજના સફળ થશે, તો તે પછીથી મુખ્યાલયના કર્મચારીઓ માટે પણ લાગુ કરવામાં આવશે.
શું છે ફ્લેક્સી સ્કીમ?
મધ્ય રેલવે દ્વારા તેના કર્મચારીઓને ઑફિસ વર્ક માટે બે સ્લોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પહેલો સ્લોટ સવારે 9:30થી 17:45 સુધીનો અને બીજો સ્લોટ સવારે 11:30થી 19:45 સુધીનો રહેશે. ઉ