હોલસેલમાં લૅપટોપના વેચાણની જાહેરાત કરી અનેકને છેતરનારા બે જણ પકડાયા | મુંબઈ સમાચાર

હોલસેલમાં લૅપટોપના વેચાણની જાહેરાત કરી અનેકને છેતરનારા બે જણ પકડાયા

મુંબઈ: હોલસેલમાં જૂનાં લૅપટોપના વેચાણની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દુકાનદાર અને ગ્રાહક બન્નેને એકસાથે છેતરનારા બે ઠગને પોલીસે પકડી પાડ્યા હતા. ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિનય ઘોરપડેની ટીમે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ અકીબ હુસેન સૈયદ (૩૪) અને યશ સંદીપ ગોરીવાલે (૧૯) તરીકે થઈ હતી. આરોપી વિરુદ્ધ માત્ર ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં જ ચાર ગુના નોંધાયેલા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા બન્ને આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ સોશિયલ મીડિયા પર હોલસેલમાં લૅપટોપ ખરીદ-વેચાણની જાહેરખબર આપી હતી. આ માટે આરોપીએ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર સેક્ધડહેન્ડ લૅપટોપ વેચનારા વેપારીઓની જાહેરાત જોઈ તેમનો પણ સંપર્ક સાધ્યો હતો. દુકાનદારોને આરોપીએ સમજાવી રાખ્યા હતા કે તેના થકી આવનારા ગ્રાહકોને માત્ર જૂનાં લૅપટોપ દેખાડવા, પણ તેની કિંમત જાહેર ન કરવી. આરોપીનો સંપર્ક કરનારા ગ્રાહકોને વાતચીતમાં ભોળવી સંબંધિત દુકાનમાં જૂનાં લૅપટોપ જોવા મોકલવામાં આવતા.

Back to top button