એટીએમ સેન્ટરમાં રૂપિયા કઢાવવા આવનારી વ્યક્તિઓને ઠગનારી ટોળકીના બે પકડાયા | મુંબઈ સમાચાર

એટીએમ સેન્ટરમાં રૂપિયા કઢાવવા આવનારી વ્યક્તિઓને ઠગનારી ટોળકીના બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એટીએમ સેન્ટરમાં રૂપિયા કઢાવવા આવનારી વ્યક્તિઓને ઠગનારી ટોળકીના બે આરોપીને નાલાસોપારાથી પકડી પાડવામાં આવ્યા હતા.

કુરાર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ પ્રદૂમ રાધેશામ યાદવ ઉર્ફે પપ્પી (24) અને વિવેક મૃદુલ પાંડે ઉર્ફે વિક્કી (23) તરીકે થઈ હતી. બિહાર રાજ્યના વતની બન્ને આરોપી હાલમાં નાલાસોપારાના વલઈપાડા ખાતે રહેતા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ એટીએમ સેન્ટર પર નજર રાખતા હતા. બાદમાં એટીએમમાંથી રૂપિયા કઢાવવા આવનારી વ્યક્તિને વાતોમાં પરોવી તેમનું એટીએમ કાર્ડ મેળવી લેતા હતા. એ વ્યક્તિની જાણબહાર બૅન્ક ખાતામાંથી રૂપિયા કઢાવી લેતા હતા.

તાજેતરમાં એક જ દિવસમાં ગોરેગામ અને મલાડના એટીએમમાં ઠગાઈની બે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે એટીએમ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસ બન્ને આરોપી સુધી પહોંચી હતી. બન્ને આરોપીની પૂછપરછમાં 16 ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

સંબંધિત લેખો

Back to top button