શિવસેનાનાં બે જૂથો વંશવાદને મુદ્દે આમનેસામને | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શિવસેનાનાં બે જૂથો વંશવાદને મુદ્દે આમનેસામને

મુંબઈ: વિરોધીઓની છાવણી પર હુમલો બોલાવતા હોય તેમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એકનાથ શિંદેના પુત્ર જેનું પ્રતિનિધિત્વ કરે છે, તે કલ્યાણ લોકસભા બેઠકનો પ્રવાસ કરીને લોકોને ‘વંશવાદી રાજકારણ’નો અંત લાવવા કહ્યું હતું. જવાબમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો હતો. ઠાકરેએ શનિવારે કલ્યાણ લોકસભા બેઠકના તેમના પ્રવાસ પર સભાઓને સંબોધિત કરતી વખતે લોકોને ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે શિંદેના પુત્રને ટિકિટ આપવી એ ‘ભૂલ’ હતી. (જે તેમના દ્વારા કરવામાં આવી હતી)
તેમના પુત્રની ઉમેદવારીને યોગ્ય ઠેરવતા શિંદેએ કહ્યું, “તે સમયગાળામાં પાર્ટીની જરૂરિયાત એક સુશિક્ષિત અને યુવા ચહેરાને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની હતી. તેમણે શ્રીકાંતને ટિકિટ આપી અને અમે જીતી ગયા. અમારી પાર્ટીની બેઠકો સંખ્યા વધી હતી.” શિંદેએ કહ્યું કે આગળ કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને ઝડપથી આગળ લઈ રહ્યા હતા, ત્યારે ઠાકરે મુખ્ય પ્રધાનપદે, ૨૦૧૯ ના અંતથી જૂન ૨૦૨૨ વચ્ચે, મહારાષ્ટ્ર ૧૦ વર્ષથી વધુ પાછળ ધકેલાઈ ગયું. તેથી જ અમે તેમની સરકારને ઉથલાવી નાખી. તે કમનસીબ છે કે માત્ર પોતાના અહંકારને સંતોષવા માટે ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો. શિંદેએ જણાવ્યું હતું કે ઠાકરેના આરોપોનું કોઈ મૂલ્ય નથી કારણ કે જ્યારે કોઈ નિર્ણય તેમની વિરુદ્ધ જાય છે ત્યારે તેઓ સંસ્થાઓની ટીકા કરે છે.
ઉલ્લેખનીય છે કે, ઠાકરે પોતે એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે, કારણ કે તેમના પિતા બાળ ઠાકરે શિવસેનાના સ્થાપક હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય અગાઉની રાજ્ય સરકારમાં મંત્રી હતા. (પીટીઆઈ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button