આવતા વર્ષે દાદરથી અંધેરી દરમિયાન બે દિવસ નવ કલાકનો બ્લોક…
મુંબઈ: ભારતીય રેલવેના ‘સ્ક્રૂ પાયલિંગ’ પર બનાવવામાં આવેલા અંતિમ એટલે કે બાન્દ્રાથી માહિમ દરમિયાન મીઠી નદી પર આવેલા પુલને મજબૂત બનાવવાનું કામ ચાલી પશ્ર્ચિમ રેલવે દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. આ કામને કારણે ૨૪-૨૫ અને ૨૫-૨૬ જાન્યુઆરએ સાડા નઉ કલાકનો રાત્રી બ્લોક રેલવે પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવશે. બ્લોક દરમિયાન દાદરથી અંધેરી દરમિયાન સ્લો અને ફાસ્ટ લાઇન પર લોકલ સેવા બંધ રહેશે.
બ્રિટિશકાળમાં નદી પર પુલ બનાવતી વખતે થાંભલાઓમાં કાર્બર-લોખંડનું મિશ્રણ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતું હતું. આ પદ્ધતિને ‘સ્ક્રૂ પાયલિંગ’ કહેવામાં આવે છે. ૧૮૮૮માં મીઠી નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. તેના પુલ પર કુલ આઠ સ્ક્રૂ પાયલિંગ ઊભા છે. પાયલિંગમાં એક સ્ક્રૂની પહોળાઇ ૫૦ મિ.મી. અને વ્યાસ અંદાજે બે ફૂટ છે. પાંટાની નીચેના ગર્ડરને આધાર આપનારા સ્ક્રૂ નદીની અંદર ૧૮થી વીસ મીટર ઊંડાણમાં લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મુંબઈ ફેરી દુર્ઘટના: 7 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, મૃત્યુઆંક વધીને 15 થયો
એક સ્ક્રૂનું વજન આઠથી ૧૦ ટન જેટલું છે. કોરોનાકાળમાં કેટલાક પાયાને મજબૂત કરવામાં આવ્યા હતા. ફક્ત એક સ્ક્રૂ પાયલિંગ નદીમાં ધસી રહ્યો હોવાનું જણાયા બાદ તે દૂર કરવાનું કામ બે તબક્કામાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
પ્રથમ તબક્કામાં સ્લો-ફાસ્ટ અપ અને ડાઉન લાઇનના જૂના ૯.૫ મીટર લંબાઇના ગર્ડર દૂર કરવામાં આવષે. તેની જગ્યાએ ૨૪.૫ મીટરના નવા ગર્ડર બેસાડવામાં આવનાર છે. ત્યાર બાદ ગર્ડર નીચે સ્ક્રૂ પાયલિંગ તોડવામાં આવશે અને તેની જગ્યાએ આરસીસીનું બાંધકામ કરવામાં આવશે. ચોમાસા પહેલા એપ્રિલ-મે દરમિયાન બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવશે.