આમચી મુંબઈમહારાષ્ટ્ર
નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ બદલ બે બંગલાદેશી પકડાયા

થાણે: નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમે બે બંગલાદેશીની ધરપકડ કરી હતી.
24 વર્ષની વયના બંને બંગલાદેશીને પનવેલના નદવે ખાતેના ખિડુકપાડા ગામમાંથી શુક્રવારે ઝડપી પાડવામાં આવ્યા હતા, એમ સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
એટીએસની ટીમ ખિડુકપાડા વિસ્તારમાં તપાસ કરી રહી હતી ત્યારે તેમને ચાલમાં રહેતા બે શખસ મળી આવ્યા હતા. બંનેની પૂછપરછમાં તેઓ દેશમાં પ્રવેશ માટે કોઇ પણ યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
જોકે બંને પાસે તેમના નામના આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યાં હતાં. દરમિયાન શનિવારે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)