ભિવંડીમાં મિત્રોએ વિવાદ બાદ યુવકનીકરી હત્યા: ત્રણ ભાઇની ધરપકડ…

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં મિત્રોએ વિવાદ થયા બાદ પચીસ વર્ષના યુવકની હત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. ભિવંડીના આઝાદ નગર વિસ્તારમાં શનિવારે રાતે આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ત્રણ ભાઇની ધરપકડ કરી હતી.
આરોપીઓ અને મૃતક શનિવારે રાતે પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે અગાઉની કોઇ બાબતને લઇ તેમની વચ્ચે વિવાદ થયો હતો. આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ તેની બેરહેમતી મારપીટ કરી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું, એમ શાંતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે તપાસ માટે આવી પહોંચ્યા હતા અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હોઇ બાકીના બેની શોધ ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઇ)
આ પણ વાંચો…કોર્ટે એક જ દિવસે બે અલગ કેસમાં બન્ને ભાઈને સજા ફટકારી