તુવેર, કપાસના પાકની આડમાં ખેડૂતો ચલાવી રહ્યા છે નવો વેપાર
એલસીબીએ કાર્યવાહી કરીને કરોડોનો માલ જપ્ત કર્યો
ધુળે: રાજ્યમાં ગાંજાના ઉત્પાદન પર પ્રતિબંધ છે. જોકે ધુળેમાં અમુક ખેડૂતો દ્વારા ગાંજાના છોડની ખેતી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસો દ્વારા આવા ખેડૂતોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ધુળે જિલ્લામાં પણ આવા જ પ્રકારની કાર્યવાહી પોલીસે કરી હતી. શિરપુર તાલુકાના લાકડ્યા હનુમાન ગામના એક ખેતરમાં સ્થાનિક ગુના શાખાને અંદાજે ત્રણ કરોડ રૂપિયાની કિંમતના ગાંજાનો છોડ હોવાની માહિતી મળતાં પોલીસે ખેતર પર દરોડો પાડીને કરોડોનો માલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. શિરપુર તાલુકાના લાકડ્યા હનુમાન ખાતે દેવા કહારુ પાવરા નામના ખેડૂતે તેના ખેતરમાં એનેસ્થેટીઝિંગ દવાઓ તેમ જ મનોરોગ ચિકિત્સા પર અસરો કરનાર ગાંજાના છોડની ખેતરમાં ખેતી કરી હોવાની માહિતી એલસીબીની ટીમને મળતાં પોલીસે ખેતર પર દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.