આમચી મુંબઈ

દાઉદ સાથે `સંબંધ’ હોવાના દાવા સાથે ભાજપ અને વિપક્ષ વચ્ચે તુતુમૈંમૈં

નાગપુર: એનસીપી નેતા એકનાથ ખડસેએ સોમવારે વિધાનસભામાં આરોપ લગાવ્યો હતો કે ભાજપના એક પ્રધાને 2017-18માં ભાગેડુ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત પરિવાર દ્વારા યોજાયેલા લગ્નમાં હાજરી આપી હતી. આ ઉપરથી ભાજપ અને વિપક્ષો વચ્ચે તડાફડી જામી ગઈ હતી. પાયાવિહોણા દાવા કરવા બદલ ખડસેની વિધાન પરિષદમાં માફીની માગણી કરતાં, ફડણવીસે કહ્યું કે કદાચ આ આરોપ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે ઉદ્ધવ ઠાકરે ગૃહમાં હાજર છે. શરદ પવાર કેમ્પના ખડસેએ, લગ્નમાં હાજરી આપતા કેબિનેટ પ્રધાનના ફોટા બતાવ્યા અને આરોપ લગાવ્યો કે આ પરિવાર 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત છે.
કાઉન્સિલના ચેરપર્સન નીલમ ગોરહેએ નિર્દેશ આપ્યો કે કાર્યવાહીમાંથી પ્રધાનનું નામ હટાવવામાં આવે. તેમણે વિપક્ષની ચર્ચાની માંગને પણ નકારી કાઢી હતી. ગૃહ પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે, સંબંધિત પ્રધાન અને અન્ય ઘણા રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓએ નાસિક શહેરમાં શહેર-એ-ખતીબ તરીકે ઓળખાતા એક પ્રખ્યાત મુસ્લિમ પાદરીના ભત્રીજાના લગ્નમાં હાજરી આપી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ક્નયાના પિતાના સાસરિયાંના પરિવારની એક પુત્રીના લગ્ન દાઉદ ઈબ્રાહિમના એક ભાઈ સાથે થયા છે. તેમાંથી કોઈ એક સામે કોઈ કેસ નથી. 2017-18 માં તપાસ ટીમે સ્પષ્ટપણે કહ્યું છે કે શહર-એ-ખતીબને દાઉદ સાથે કોઈ લેવાદેવા નથી.
શિવસેના-યુબીટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, સલીમ (કુત્તા) (સુધાકર) બડગુજર સાથે હતા ત્યારે આવા કઠોર પ્રયાસો શા માટે કરવામાં આવ્યા નહોતા? હું આ આરોપોને નકારી કાઢું છું. આવું કોઈ જોડાણ (દાઉદ લિંક) નથી. તેમણે (ખડસે) માફી માંગવી જોઈએ.
બડગુજર, જે શિવસેના-યુબીટીના નાસિક શહેર એકમના વડા છે, તે તપાસનો સામનો કરી રહ્યા છે જ્યારે ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ગયા અઠવાડિયે રાજ્ય વિધાનસભામાં એક ફોટો દર્શાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બડગુજરે દાઉદ ઈબ્રાહિમના સાથી સલીમ કુત્તા સાથે પાર્ટીમાં ડાન્સ કર્યો હતો. અગાઉના દિવસે, શિવસેના (શિંદે) જૂથના ધારાસભ્યોએ શિવસેના યુબીટી વિદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, અને કહ્યું કે સલીમ કુત્તા યુબીટીના નવા નેતા છે.
રાજ્ય મંત્રી દાદા ભુસેએ નાગપુરમાં વિધાન ભવનના પરિસરમાં પત્રકારોને જણાવ્યું હતું કે દરેક જણ જાણે છે કે મુંબઈમાં સુધાકર બડગુજરનો ગોડફાધર કોણ છે. બડગુજર સલીમ કુત્તાને ફાઇનાન્સ કરે છે જે રાષ્ટ્રવિરોધીઓને પ્રોત્સાહન આપવા સમાન છે. દરમિયાન, કોંગ્રેસના ધારાસભ્ય કૈલાસ ગોરંત્યાલે બડગુજર સાથેના વીડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ અંગે શંકા વ્યક્ત કરી હતી. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નાસિકમાં બડગુજર વિદ્ધ છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ બડગુજર સામે 2006માં એક કંપનીમાંથી નિવૃત્તિના બનાવટી દસ્તાવેજો સબમિટ કરવાનો આરોપ મૂકતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓ ડિરેક્ટર હતા.
સેના (યુબીટી) નેતાએ કહ્યું કે,અન્યાયી પગલાં ન લો. જો મારા દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો (કંપનીમાંથી તેમની નિવૃત્તિ વિશે) નકલી સાબિત થશે, તો હું આત્મહત્યા કરીશ, એન્ટી કરપ્શન બ્યુરોની કમિશનરની ઑફિસમાં મારી જાતને ફાંસી આપીશ. તેમણે કહ્યું કે એસીબીએ તેમને રવિવારે સાંજે 7 વાગ્યે અચાનક નોટિસ આપી અને તેમના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો