Tukaram Mundhe Transfer: 19 વર્ષમાં 22મી વાર ટ્રાન્સફર થઈ આ આઈએએસની

તુકારામ મુંઢે તેમના દબંગ કામકાજ માટે જાણીતા છે અને સાથે રાજકીય નેતાઓ સાતે સંઘર્ષ થતો રહેતો હોવાથી વિવાદમાં પણ રહે છે. ફરી તેમનું નામ ચર્ચામાં આવ્યું છે.
રાજ્યમાં સાત IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ નીતિન ગદ્રેએ બદલીના આદેશ આપ્યા છે. ટ્રાન્સફર કરાયેલા IAS અધિકારીઓમાં તુકારામ મુંઢેનો પણ સમાવેશ થાય છે. દરમિયાન તેમની કારકિર્દીના છેલ્લા 19 વર્ષમાં તુકારામ મુંઢેની આ 22મી ટ્રાન્સફર છે. મુંઢે ઉપરાંત રણજીત કુમાર, નીમા અરોરા, વી રાધા, અમન મિત્તલ, અમગોથુ શ્રીરંગા નાયક, રોહન ઘુગેની પણ બદલી કરવામાં આવી છે.
મુંઢે તેમના સાહસિક કાર્ય માટે પ્રખ્યાત છે ત્યારે રાજકીય વર્તુળોમાં તેઓ રાજકીય નેતાઓ સાથેના અવારનવાર ઘર્ષણના કારણે વિવાદાસ્પદ અધિકારી તરીકે પણ જાણીતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં મુંઢેઅને બદલીનું નવું સમીકરણ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે પશુપાલન અને ડેરી વિકાસ સચિવના પદ પર સ્થાનાંતરિત કરાયેલા તુકારામ મુંઢેની હવે ફરી એકવાર બદલી કરવામાં આવી છે. હવે તેમને અસંગઠિત શ્રમ વિભાગ (મુંબઈ)ના વિકાસ કમિશનર તરીકે સોંપવામાં આવ્યા છે. જ્યારે મુંઢે પાસે રહેલા વર્તમાન પદનો ચાર્જ રાજેશ કુમારને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી; સમીક્ષા બેઠકો માટે ભાજપના નેતા દિલ્હીમાં
તુકારામ મુંઢે 2005 બેચના IAS અધિકારી છે. મુંઢેએ ઓગસ્ટ 2005માં સોલાપુરના ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમની વહીવટી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી, તેમણે વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર અને સચિવ તરીકે તેમની કારકિર્દી બનાવી. મુંઢેને કર્મચારીઓને શિસ્તમાં રાખવાનો નિર્ણય તેમની બદલીનું કારણ હોવાની હંમેશા ચર્ચા થાય છે. રાજ્યમાં તેમની ઓળખ એવા અધિકારી તરીકે થઈ છે કે જેની સતત બદલી થઈ રહી છે. તુકારામ મુંડેની 19 વર્ષની કારકિર્દીમાં 22 વખત ટ્રાન્સફર કરવામાં આવી છે.