આમચી મુંબઈ

કારને અડફેટે લીધા બાદ ટ્રક વૃક્ષ સાથે ટકરાઇ: ડ્રાઇવર-ક્લિનર ઘાયલ

થાણે: થાણેના પાંચપખાડી સ્થિત મુંબઈ-નાશિક માર્ગ પર કારને અડફેટમાં લીધા બાદ ટ્રક વૃક્ષ સાથે ટકરાતાં ડ્રાઇવર અને ક્લિનર ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે આ અકસ્માત થયો હતો, જેમાં ઘવાયેલા બંનેની ઓળખ ડ્રાઇવર રામપ્રસાદ શહાણી (32) અને ક્લિનર મોનહ શહાણી (40) તરીકે થઇ હતી, જેમને સારવાર માટે મુલુંડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મુંબઇ-નાશિક રોડ પરથી ટ્રક શુક્રવારે મુલુંડ તરફ જઇ રહી હતી ત્યારે થાણેના પાંચપખાડી ખાતે ધર્મવીર નાકા નજીક ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રકે કારને અડફેટમાં લીધી હતી અને બાદમાં વૃક્ષ સાથે ટકરાઇ હતી.

દરમિયાન અકસ્માતની જાણ થતાં પોલીસ ટીમ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ બંને જણને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. કારમાં હાજર બે વ્યક્તિને આ અકસ્માતમાં કોઇ ઇજા પહોંચી નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button