પત્નીને ‘ટ્રિપલ તલાક’ આપી સતામણી કરીઃ પતિ અને પરિવાર સામે નોંધાયો કેસ…
મુંબઈઃ થાણેમાં પત્નીને કથિત રીતે ‘ટ્રિપલ તલાક’ (તાત્કાલિક છૂટાછેડા) આપવા બદલ તેમજ તેની મારપીટ કરી પૈસા માટે પરેશાન કરવા બદલ થાણે જિલ્લામાં રહેતા મહિલાના પતિ અને પરિવાર વિરુદ્ધ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : અનૈતિક સંબંધની જાણ પત્નીને કરવાની ધમકી આપીને વૃદ્ધ પાસેથી રુ. 37 લાખ પડાવ્યા
શાંતિનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર જિલ્લાના ભિવંડી વિસ્તારમાં પતિના પરિવાર સાથે રહેતી 26 વર્ષની માર્ચ 2022થી ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો આરોપ મહિલાએ તેની પોલીસ ફરિયાદમાં કર્યો છે.
શાદી વખતે દહેજ આપવામાં ન આવ્યું હોવાથી પતિ અને તેના પરિવારના સભ્યોએ તેની પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી હોવાનો દાવો કરી મહિલાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે આરોપીએ તેના હાથ-પગ બાંધીને મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મહિલા સાથે માનસિક અને શારીરિક સતામણી થઈ હતી અને તેના પતિએ પ્રતિબંધિત ‘ટ્રિપલ તલાક’ દ્વારા શાદી ફોક કરી હતી એમ પોલીસે ફરિયાદીને ટાંકી જણાવ્યું હતું.
આ પણ વાંચો : ચેતી જજોઃ જો વાહનચાલક 18 વર્ષથી ઓછી વયનો હશે તો વાહન જપ્ત થશે…
શનિવારે મહિલાના પતિ, તેની માતા, બે બહેન અને એક સાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)