આમચી મુંબઈ
૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

૧૫ વર્ષ પહેલાં ૨૬ નવેમ્બરે મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર શહીદોને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાવભીની અંજલિ આપી હતી. દક્ષિણ મુંબઈ સ્થિત પોલીસ આયુક્તના કાર્યાલયનાં પરિસરમાં આવેલા શહીદ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અન્ય પ્રધાનો તેમજ શહેરના પોલીસ આયુક્ત વિવેક ફણસલકર અંજલિ આપવા હાજર હતા. ૨૦૦૮ના એ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનો પણ ઉપસ્થિત હતા. હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને રાજ્યપાલ મળ્યા હતા. (જયપ્રકાશ કેળકર)