૮ કિમી લાંબી મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોની ટ્રાયલ રન સફળ | મુંબઈ સમાચાર

૮ કિમી લાંબી મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોની ટ્રાયલ રન સફળ

મુંબઈ: બહુપ્રતિક્ષિત મેટ્રો ૩ ભૂગર્ભ કોરિડોરનું પ્રથમ લાંબા-અંતરનું પરીક્ષણ રવિવારે હાથ ધરવામાં આવ્યું હતું. મેટ્રો ટ્રેને એમઆઈડીસી થી વિદ્યાનગરી સુધીના ૮ કિમીના પટ્ટામાં છ સ્ટેશનો પાર કર્યા. પછી સીપ્ઝ સ્ટેશન પર પાછા ફરતા, મેટ્રોએ લગભગ ૧૭ કિમીનો ટેસ્ટ રન પૂર્ણ કર્યો. મેટ્રો ઓથોરિટી વર્ષના અંત સુધીમાં આરેથી કફ પરેડ કોરિડોર એક્વા લાઇનનો પ્રથમ તબક્કો એટલેકે આરે અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ. વચ્ચે સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે.

એમએમઆરસીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ટ્રેક, ઓવરહેડ કોન્ટેક્ટ સિસ્ટમ (ટ્રેન માટે પાવર લાઈનો), રોલિંગ સ્ટોક અને પ્લેટફોર્મ પર સ્ક્રીન ડોર જેવા માળખાને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે. એમએમઆરસીએલ આરેથી બીકેસી સુધીના ૧૨ કિલોમીટર લાંબા તબક્કામાં ૧૧૦ સેવાઓ ચલાવવાનું આયોજન કરી રહી છે, જેમાં ૨૫ મિનિટનો પ્રવાસ સમય છે, જેમાં અલબત્ત સ્ટોપઓવરનો સમાવેશ થાય છે. ૧૧૦ સેવાઓ માટે નવ મેટ્રો ટ્રેનોની જરૂર પડશે, જેમાંથી આઠની ડિલિવરી કરવામાં આવી છે, જ્યારે બાકીની મહિનાના અંત સુધીમાં આવવાની અપેક્ષા છે. ઉ

Back to top button