મેટ્રો-3ની ટ્રાયલ રખડી પડી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મેટ્રો-3ની ટ્રાયલ રખડી પડી

મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝનો પ્રથમ તબક્કો એટલે કે આરેથી બીકેસી સુધીના મેટ્રો-3 ટનું પરીક્ષણ ફેબ્રુઆરીના મધ્યમાં કરવાની જાહેરાત મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ પરીક્ષણમાં વિલંબ થાય એમ છે.
અત્યાર સુધીમાં 33.5 કિમીની કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો લાઇનનો સંપૂર્ણ માર્ગ શરૂ થવાની અપેક્ષા હતી, પરંતુ વિલંબના કારણે એમએમઆરસીએલ એ આ માર્ગને આરેથી બીકેસી અને બીકેસીથી કોલાબા એમ બે તબક્કામાં સેવામાં મૂકવાનો નિર્ણય કર્યો હતો અને તે મુજબ કામને ઝડપી બનાવ્યું છે. અગાઉ, એમએમઆરસીએ આ બે તબક્કાઓને સેવામાં મૂકવા માટે ઘણી તારીખોની જાહેરાત કરી હતી. પરંતુ તે સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યો ન હતો. હવે પ્રથમ તબક્કા માટે એપ્રિલ-મેની તારીખ આપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, એમએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પરની કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે મેટ્રોને બેને બદલે ત્રણ તબક્કામાં સેવામાં મૂકવામાં આવશે. ભિડેએ એવી પણ જાહેરાત કરી હતી કે પ્રથમ તબક્કાનું પરીક્ષણ આગામી પંદર દિવસમાં એટલે કે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા સપ્તાહમાં શરૂ થશે. એવી ચર્ચા હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 ફેબ્રુઆરીએ મુંબઈ કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન સમયે આરેથી બીકેસી ટ્રાયલને ફ્લેગ ઑફ કરશે. જોકે, દરિયા કિનારે પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે. બીજી તરફ મેટ્રો-3ની ટ્રાયલ પણ રોકી દેવામાં આવી છે. જો પહેલો તબક્કો એપ્રિલ-મેમાં સેવામાં લાવવાનો હોય તો વહેલી તકે પરીક્ષણ દ્વારા સલામતી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા શરૂ કરવી જરૂરી છે. જ્યારે એમએમઆરસીના વરિષ્ઠ અધિકારીઓને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button