આમચી મુંબઈ

કલ્યાણમાં દસ ઘર પર વૃક્ષ ધરાશાયી

દિવાળી ટાંણે વરસાદ બન્યો વિલન

મુંબઇ: દિવાળી ટાંણે જ મુંબઇ, થાણે, કલ્યાણ, નવી મુંબઇમાં કમોસમી વરસાદે હાજરી પુરાવી હતી. દિવાલીની ખરીદી માટે બજારોમાં લોકોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. દરમીયાન વરસાદ વિલન બની ગયો હતો. અચાનક પડેલા વરસાદને કારણે લોકોને ભારે હેરાનગતી થઇ હતી. કલ્યાણ, ડોંબિવલી સહિત કલવા, મુંબ્રા, થામે અને ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો. જ્યારે મુંબઇના ઉપનગરોમાં પણ વરસાદે જોરદાર હાજરી પુરાવી હતી. આ કમોસમી વરસાદને કારણે લોકોને ભારે હેરાનગતી થઇ હતી.
મુંબઇ ઉપનગરોમાં અચાનક વરસાદની એન્ટ્રી થઇ હતી. પૂર્વ ઉપનગરોમાં ઘાટકોપર, વિક્રોળી, ભાંડુપ, મુલુંડ, ગોવંડી જેવા બધા જ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદને કારણે મુંબઇગરાને ભારે કનડગત થઇ હતી. લગભગ અડધો કલાક જોરદાર વરસાદ થયો હતો. ત્યારે દિવાળીની શોપીંગ અને લોકોની શુભેચ્છા મુલાકાત લેવા નીકળેલાને ભારે હેરાનગતી થઇ હતી.
લગભગ અડધો કલાક મુંબઇસહિત આસપાસના વિસ્તારમાં જોરદાર વરસાદ થયો હતો. નવી મુંબઇમાં એરોલી, ઘણસોલી, કોપરખૈરણે વિસ્તારમાં જોરદાર વરસાદ થયો હતો. ઉપરાંત કલ્યાણ, ડોબિંવલી સહિત કલવા, મુંબ્રા, થાણે અને ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક થઇ હતી. મુંબઇ સહિત રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં સતત ચોથા દિવસે વરસાદે હાજરી પુરાવી હતી. વિજળીના કડાકા અને વાદળની ગર્જના સાથે વરસાદ થયો હતો. કલ્યાણ-ડોબિંવલી વિસ્તારમાં કમોસમી વરસાદને થયો હતો. જોરદાર પવન સાથે થયેલા વરસાદને કારણે પીસવલી ગામના દસ ઘરો પર ઝાડ પરડતાં ઘરોને નુકસાન થયું હતું. આ ઘટનામાં ત્રણને ઇજા થઇ હતી. આ ઝાડ અંગે સ્થાનિકઓએ પહેલાં જ પાલિકામાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પાલિકાના અધિકારીઓના બેધ્યાનપણાને કારણે આ ઘટના ઘટી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button