ગરીબ દર્દીઓની રાહતના દરે સારવારઃ મહારાષ્ટ્ર સરકારે આ લીધો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગરીબ દર્દીઓને રાહતના દરે સારવાર પૂરી પાડવા અને ઈન્ડિજન્ટ પેશન્ટ્સ ફંડ (આઈપીએફ)ની યોજનાનો યોગ્ય અમલ કરવા માટે રાજ્ય સરકારે જિલ્લા કક્ષાની કમિટી અને સ્પેશિયલ સેલનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. આ યોજના હેઠળ દર્દીઓને હોસ્પિટલોમાં ઓપેરેશન અને સારવાર પર સબસિડીવાળી આપવામાં આવતી હતી, પણ આ યોજનાનો લાભ ન મળવાની અનેક ફરિયાદો દર્દીઓએ કરી હતી. આ યોજનાનો લાભ દરેક દર્દીઓને મળે અને તેમાં કોઈપણ પ્રકારનું ગેરવ્યવહાર ન થાય તે માટે જિલ્લા કક્ષાની સમિતિ અને સ્પેશિયલ સેલની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
રાજયની અનેક હોસ્પિટલોમાં આ યોજનાને સફળ બનાવવામાં સમસ્યા સર્જાઈ રહી છે, તેથી સરકાર દ્વારા આ યોજના અંતર્ગત દર્દીઓ તરફથી આવતી ફરિયાદો અને તેમને થતી અસુવિધાઓને દૂર કરવા માટે નવી સમિતિઓની સ્થાપના કરવામાં આવી રહી છે. સરકારની આ પહેલ આર્થિક રીતે નબળા લોકોને હોસ્પિટલોમાં સારવાર મેળવવામાં મદદ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લા-સ્તરની સમિતિઓનું નેતૃત્વ ત્યાંના જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે અને તેમાં ચૂંટાયેલા સભ્યોમાં સંયુક્ત ચેરિટી કમિશનર, મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જનનો સમાવેશ રહેશે. પુણેમાં 58 અને મુંબઈમાં 74 ચેરિટેબલ હોસ્પિટલો તેમજ રાજ્યમાં અન્ય કેટલીક હોસ્પિટલો છે, જ્યાં દર્દીઓને તેમની સારવાર માટે સબસિડી આપવામાં આવે છે.
આઈપીએફ યોજના હેઠળ હોસ્પિટલોને એફએસઆઇ, પાણી, પાવર, પાવર, કસ્ટમ્સ, વેચાણ અને આવકવેરામાં રાહત જેવી અનેક સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને આ હોસ્પિટલોમાં આઈપીએફ યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને મફત અને રાહત દરે સારવાર આપવા પૂરી પાડવામાં આવે છે.
આ વર્ષે જુલાઈ મહિનામાં રાજ્યના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા મહારાષ્ટ્રમાં ટ્રસ્ટની હોસ્પિટલોમાં દાદરીઓ માટે આરક્ષિત ચેરિટી બેડ પર દેખરેખ રાખવા સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિને હોસ્પિટલોને માલ્ટા આઇપીએફ ખર્ચના ત્રણ માહિનાનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓના મેડિકલ દસ્તાવેજો અને હોસ્પિટલના બિલોના તપાસનું કામ બીજી સમિતિને સોંપવામાં આવ્યું હતું.
ચેરિટેબલ હોસ્પિટલોમાં દર્દીઓને તેમના રાખેલા આરક્ષિત બેડ ઉપલબ્ધ ન હોવા અંગેની અનેક ફરિયાદો ચેરિટી કમિશન અને જાહેર આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી. આ ફરિયાદોની તપાસ કરવા અંગે આ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને દર્દીઓ દ્વારા આ બાબતે તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
આઈપીએફ યોજના હેઠળ તમામ ચેરિટેબલ હોસ્પિટલોએ સરકારી આદેશ અનુસાર હોસ્પિટલના 20 ટકા બેડ ગરીબ દર્દીઓ માટે અનામત રાખવાના રહે છે. આ આરક્ષિત બેડમાથી 10 ટકા હોસ્પિટલના બિલ પર 50 ટકાના ડિસ્કાઉન્ટ પર આપવામાં આવે છે. આ યોજનામાં ગરીબી રેખાની નીચેના દર્દીઓનો ઈલાજ મફત જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે.